આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું ચલણ ચાલી રહ્યું છે અને ઘણા લોકો સોશિયલ મીડિયામાં લાઈક, વિવ્સ, અને ફોલોઅર્સ વધારવા માટે એવા એવા કામ કરતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોય છે. ઘણા લોકો ફોલોઅર્સ વધારવા માટે મોત સાથે પણ બાથ ભીડતા જોવા મળે છે, જેના ઘણા વીડિયો પણ તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલાની પાછળ મોત છે અને તે વીડિયો ઉતારવામાં મશગૂલ છે.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા પૂર દરમિયાન સેલ્ફી વીડિયો બનાવી રહી છે. આ મહિલા સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જવા છતાં તે સેલ્ફી લેવાનું છોડી રહી નથી. આ વીડિયો જોયા બાદ લોકો ચોંકી ગયા છે અને પરેશાન છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા સેલ્ફી ખાતર પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે.
પૂરનું પાણી મહિલાની પાછળથી આવતું જોવા મળી રહ્યું છે. પાણી આવવા છતાં તે સેલ્ફી લેવાનું ચૂકતી નથી. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ મહિલાને ઠપકો આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને @TheFigen નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
The first thing to do during a flood is to take a selfie stick!
— Figen (@TheFigen) July 11, 2022
આ વીડિયો જોઈને એક યુઝર એકદમ ગુસ્સે થઈ ગયો હતો. યુઝરે કહ્યું “જીવન મહત્વપૂર્ણ છે. સેલ્ફી ગમે ત્યારે લઈ શકાય છે.” તો ઘણા યુઝર્સ એમ પણ કહેવા લાગ્યા કે મહિલા ફેમસ થવાના ચક્કરમાં આવા કામ કરે છે.” તો કોઈ આ મહિલાનું પાગલપન પણ કહી રહ્યું છે. કોઈએ કહ્યું કે આ મહિલાને જીવથી વધારે વીડિયો લેવાનું પસંદ છે. તો કોઈ એમ કહી રહ્યું છે કે બહેન જીવતા રહેશો તો બીજીવાર વીડિયો બનાવી શકશો.