આ મહિલા જીવતા વાઘ સાથે નદીમાં કરે છે બોટિંગ, વીડિયો જોઈને ભલભલાની હવા ટાઈટ થઇ ગઈ, તમે પણ જુઓ

આજે મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે અને તે પ્રાણીઓની દેખરેખ પણ પોતાના સંતાનોની જેમ જ કરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પણ આવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીઓ સાથે વીડિયો અને ફોટા શેર કરતા રહે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈને જંગલી પ્રાણીઓ સાથે મસ્તીભર્યા વીડિયો બનાવતા જોયા છે ?

જો ના તો આ વીડિયો તમારે જોવો જ જોઈએ. હાલમાં જ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દરેકના હોશ ઉડાવી રહ્યો છે. વીડિયોમાં એક મહિલા વાઘ સાથે બોટમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. તમે પણ તેને જોઈને દંગ રહી જશો. ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો કોઈ શેખનો નથી, પરંતુ એક મહિલાનો છે, જે ભયંકર જંગલી પ્રાણીઓની ખૂબ જ પ્રેમથી સંભાળ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Moksha Bybee (@mokshabybee_tigers)

સામાન્ય રીતે આ પ્રકારના ભયાનક જંગલી પ્રાણીઓને જોઈને દરેકને પરસેવો આવી જાય છે. વીડિયોમાં દેખાતા આ ભયાનક પ્રાણી સાથે સમય વિતાવવાનું તમે વિચારી પણ નહીં શકો. વીડિયોમાં એક મહિલા નાની બોટ પર વાઘ સાથે બેઠેલી જોવા મળી રહી છે, જેને તે ચપ્પુની મદદથી ચલાવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત વીડિયોમાં વાઘ તેના પેટ પર ખૂબ આનંદ સાથે હોડી પર સૂતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Moksha Bybee (@mokshabybee_tigers)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘mokshabybee_tigers’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે, આ વીડિયોને જોતા યૂઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ એકાઉન્ટમાં આવા ઘણા વીડિયો છે, જેમાં એક મહિલા સિંહ, વાઘ, ચિમ્પાન્ઝી અને ચિત્તા, હાયના સાથે રમતી જોવા મળે છે.

Niraj Patel