ખબર

અમદાવાદની આ માતા છેલ્લા 6 મહિનાથી કોવિડ હોસ્પિટલની બહાર આવીને મૃત દીકરાને કરે છે વીડિયો કોલ, કારણ જાણીને તમારી આંખો પણ ભીની થઇ જશે

કોરોના મહામારીની અંદર ઘણા એવા દૃશ્યો સામે આવ્યા છે જે જોઈને કોઈની પણ આંખો ભીની થઇ જાય, ઘણી ઘટનાઓના વીડિયો, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી આપણે જોઈ હશે, તો ઘણા સમાચાર એવા હશે જેને જોઈને આપણે હચમચી ઉઠ્યા હોઈશું.

પરંતુ આ દરમિયાન અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જે તમારી આંખો ચોક્કસ ભીની કરી દેશે. એક માતા અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલની બહાર છેલ્લા 6 મહિનાથી આવે છે અને પોતાના મૃત દીકરાને વીડિયો કોલ કરી રહી છે.

વીડિયો કોલની અંદર આ મહિલા તેના દીકરાને પૂછે છે, “તું કેમ છે દીકરા ?તને ખાવનું સારું આપે છે? તું કોરોનાથી જલ્દી સાજો થઇ જાય એ માટે હું પ્રાર્થના કરીશ” સતત 5 મિનિટ સુધી આ વીડિયો કોલ ચાલે છે. અને પછી તે મહિલા ચાલી જાય છે.

આ મહિલાનું નામ છે પૂનમબેન સોલંકી. જેમના 30 વર્ષીય દીકરા મહેન્દ્ર સોલંકીનું નિધન 24 સપ્ટેમબરના રોજ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં થયું હતું. તેમનો દીકરો નારોલમાં એક ડેરી પાર્લર ચલાવતો હતો.

કોરોના મહામારીની અંદર ઘણા એવા દૃશ્યો સામે આવી રહ્યા છે જે ખરેખર દુઃખ પહોચાવે છે. એક મા પોતાના મૃત દીકરાને યાદ કરી અને રોજ હોસ્પિટલમાં ચાલી જાય છે. જે દીકરો હયાત નથી તેની સાથે 5 મિનિટ સુધી વીડિયો કોલમાં વાત કરે છે.