ખબર

યુવતીએ ઘરે પૈસા છાપીને પહોંચી ઓડી લેવા, પછી જે થયું તે વિચારીને તમે પણ અચંબામાં પડશો- વાંચો સમગ્ર અહેવાલ

ઘણીવાર લોકો વિચારતા હોય છે પૈસાનું ઝાડ હોય અથવા પૈસા છાપવાનું મશીન હોય  તો કેવુંસારું રહે. કારણકે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તુરંતુ જ મળી જાય. ત્યારે એક યુવતીએ પ્રિન્ટરમાં પૈસા  છાપવાનો વિચાર આવ્યો હતો.  પૈસા છાપ્યા બાદ આ યુવતી કાર લેવા ગઈ હતી.  પરંતુ  તે યુવતીની તે ભૂલ તેને ભારે પડી હતી.  આવો જ એકે મામલો સામે આવ્યો છે.

Image Source

20 વર્ષની જર્મનીમાં રહેતી યુવતીને પ્રિન્ટરથી કાગળો પર પૈસા છાપી લીધા હતા.પૈસા છાપ્યા બાદ આ યુવતી કાર લેવા જતા ભાંડો ફૂટ્યો હતો.

Image Source

આ યુવતી ગત સોમવારે એક કારના ડીલર પાસે કાર લેવા માટે ગઈ હતી. જ્યાં તેને ઓડી કાર A 3 જોઈ હતી. આ કારને ચલાવીને પણ જોઈ હતી. ત્યારબાદ આ આ કારની કિંમત 11 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ આ યુવતીએ ઘરે છાપેલી નોટ ડિલરને પકડાવી દીધી હતી. પરંતુ ડિલરને શંકા ગઈ હતી. અને તુરંત જ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે યુવતીની ધરપકડ કરી લીધી હતી.

Image Source

આ બાબતે ડિલરને પૂછતાં તેને જણાવ્યું હતું કે, આ નોટ બિલકુલ મોનોપોલી બોર્ડ ગેમ જેવી દેખાઈ રહી હતી. અમે ઘણીવાર છેતરપિંડીનો ભોગ બન્યા છે. પરંતુ આવી બેવકૂફી ક્યારે પણ નથી જોઈ. મેં તે યુવતીને પૂછ્યું હતું કે તે કઈ મોનોપોલી કરવા માંગે છે.


ત્યારબાદ પોલીસ તે યુવતીના ઘરે ગઈ હતી જેમાંથી  પોલીસને 13 હજાર યુરો ડોલરની નોટ મળી હતી. જર્મનીના કાનૂન અનુસાર  નકલી નોટની વાપરવાની કોશિશ કરવાથી ઓછામાં ઓછી 1 વર્ષની સજા થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks