દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી

દોઢ વર્ષ સુધી પોતાના નેકલેસમાં લઈને ફરતી હતી આ વસ્તુ, ખબર પડી ત્યારે આશ્ચર્યનો પાર ન રહ્યો!!!

એક ઓસ્ટ્રેલિયન સ્ત્રી ચોંકી ગઈ જયારે તેને જાણ્યું કે એ જે નેકલેસ દોઢ વર્ષથી રોજ પહેરતી આવે છે એ નૅકલેસમાં આટલું મોટું રહસ્ય છુપાયેલું હતુ.

તાસ્માનિયા, ઓસ્ટ્રેલિયાની રહેવાસી એનાને તેના બોયફ્રેન્ડ ટેરીએ એક નેકલેસ ગિફ્ટ આપ્યો હતો જેને તે લગભગ દોઢ વર્ષ સુધી રોજ પહેરતી હતી, પણ તેને ખબર ન હતી કે તેના બોયફ્રેન્ડે તેના આ નૅકલેસમાં તેના એંગેજમેન્ટ માટે હીરાની વીંટી છુપાવીને રાખી હતી. ટેરીએ એનાને આ નેકલેસ તેમના ડેટિંગ કરવાનું શરુ કર્યાના એક વર્ષ પછી આપ્યો હતો.

Image Source

ટેરીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘મન હંમેશાથી જ કોઈને એવી ભેટ આપવાની યુક્તિ ખૂબ જ પસંદ હતી કે જેમાં એ વ્યક્તિને આપયેલી ભેટની સાચી કિંમત વર્ષો પછી જ ખબર પડે.’ ટેરીએ એનાને પાઇનના લાકડાનો બનેલ એક નેકલેસ ગિફ્ટ કર્યો હતો જે તેને પોતાના હાથેથી જાતે જ બનાવ્યો હતો. ટેરી આ નેકલેસને સ્પાઇરલ શેલ કહેતો હતો.

આ વિશે વાત કરતા ટેરીએ કહ્યું, “એ રોજ નેકલેસ પહેરીને ફરતી હતી, અમે કશે પણ જઈએ તો પણ આ નેકલેસ પહેરીને જ આવતી હતી. એને લગભગ ક્યારેય આ નેકલેસ કાઢ્યો નથી. મને ઘણીવાર આ નેકલેસને લીધે એનાની ચિંતા થઇ જતી, ખાસ કરીને જયારે અમે પહેલીવાર એરપોર્ટ સિક્યોરિટીમાંથી પસાર થયા હતા.’

Image Source

તેમ છતાં તેને એક વર્ષથી વધુ સમય સુધી ખબર પડી ન હતી કે આ નૅકલેસમાં ખરેખર શું છે. આ પછી આ ટ્રાવેલ પ્રેમી કપલે સ્કોટલેન્ડના ડરનેસમાં આવેલી સ્મૂ કેવ ટ્રેકિંગ પર જવાનું નક્કી કર્યું. ત્યારે ટેરીએ નક્કી કર્યું કે એનાને જણાવી દેવામાં આવે કે તેના આ ફેવરિટ નૅકલેસમાં શું છુપાયેલું છે.

ટેરી જણાવે છે, ‘અમે કેવ સુધી પહોંચ્યા પહેલા, મેં એના પાસેથી પથ્થરો પર નૅકલેસના કેટલાક ફોટોસ ક્લિક કરવાના ભણે તેની પાસેથી નેકલેસ લઇ લીધો અને પછી મેં એ નૅકલેસનું સીલ ચાકુથી તોડ્યું.’

ટેરી જયારે એના પાસે પાછો ફર્યો ત્યારે તેને આ નેકલેસ ખોલીને એની એંગેજમેન્ટ રિંગનો ખુલાસો કર્યો. ત્યારે ચોંકીને એનાએ કહ્યું હતું કે શું આખો વખત આ નૅકલેસમાં વીંટી હતી? અને હા, એ પછી તેને ટેરીના લગ્નના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks