વાયરલ

બકરીની સાથે વીડિયો બનાવી રહી હતી આ છોકરી, પછી બકરીએ કર્યું કંઈક એવું કે જોઈને તમને પણ માન્યામાં નહિ આવે

સોશિયલ મડિયા ઉપર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે આપણું હસવું પણ નથી રોકી શકતા. વળી આજે મોટાભાગના લોકો ઓનલાઇન રહેતા જોવા મળે છે અને ઓનલાઇન જ મનોરંજન માટે તે સોશિયલ મીડિયામાં આવા બધા વીડિયો પણ જોતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક છોકરી બકરી સાથે વીડિયો બનાવી રહી છે. પરંતુ બકરી સાથે તેનો આ વીડિયો બનાવવો તેને ભારે પડી ગયો. અને તે એક દુર્ઘટનાનો શિકાર પણ બની ગઈ હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક છોકરી બકરીની આગળ ઉભી રહીને વીડિયો બનાવી રહી છે. બકરી તેની પાછળ છે, પરંતુ તે ખીલા સાથે બાંધેલી છે. જેમ યુવતી વીડિયોની અંદર સ્માઈલ આપીને પોઝ આપી રહી છે તો પાછળ બકરી તેની નજીક આવવા જાય છે, પરંતુ ખીલા સાથે બંધાયેલી હોવાના કારણે તે આગળ નથી આવી શકતી, પરંતુ બકરી પાછળ જાય છે અને પછી પોતાની બધી જ તાકત લગાવી અને દોડીને ખીલો તોડી નાખે છે અને વીડિયો બનાવી રહેલી યુવતીના માથામાં તેના શીંગડા મારે છે.


વીડિયો બનાવવામાં મશગુલ આ છોકરીને જરા પણ અંદાજ ના આવ્યો કે બકરી તેની નજીક આવી અને તેને ગોથું મારશે. અને બન્યું પણ એવું જ બકરીએ છોકરીની નજીક આવી તેના શીંગડાથી વીડિયો બનાવી રહેલી યુવતીને જમીન ઉપર પાડી દીધી.