એક વર્ષથી માતા નહોતી બની શકતી મહિલા, તપાસ કરાવી તો તે સ્ત્રી નહિ પણ…ડોક્ટર પણ રહી ગયા હેરાન, જાણો સમગ્ર મામલો

માતા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. દરેક સ્ત્રીના જીવનમાં લગ્ન બાદ સૌથી મોટી ખુશી માતા બનવાની આવે છે. ત્યારે ઘણી એવી શારીરિક તકલીફોના કારણે ઘણી સ્ત્રીઓ માતા નથી બની શકતી જેના કારણે તે ડોક્ટરની સલાહ પણ લેતી હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

આવો જ એક કિસ્સો હાલ ચીનમાંથી આવ્યો છે. જે ડોક્ટરોને પણ હેરાન કરી દેનારો છે. ચીનમાં એક 25 વર્ષીય મહિલા છેલ્લા એકવર્ષથી ગર્ભવતી બનવાનો પ્રયત્ન કરી રહી હતી. જયારે કઈ ના થયું ત્યારે તે ડોક્ટર પાસે તપાસ કરાવવા માટે ગઈ. પરંતુ તપાસમાં જે ખુલાસો થયો તે સાંભળીને મહિલા સમેત ડોક્ટર પણ હેરાન રહી ગયા.

ડોકટરે જણાવ્યું કે તે સ્ત્રી નહિ પરંતુ જન્મથી જ પુરુષ છે. તે એક મધ્યલિંગી છે. આ મહિલા પણ આ વાત સાંભળીને હેરાન છે કારણ કે તેના શરીરના બહારથી દેખાતા બધા જ અંગો એક સ્ત્રીને હોય તેવા જ છે. અને બીજી સ્ત્રીઓની જેમ પ્રજનન અંગ પણ છે. પરંતુ જયારે તેનો એક્સરે કરવામાં આવ્યો તો ખબર પડી કે તેનું શરીર તો જન્મથી જ પુરુષનું છે.

Image Source

એક્સરેની અંદર ખબર પડી કે મહિલાનું પ્રજનન અંગ કિશોરાવસ્થાથી જ વિકસિત નથી થયું. શરીરના બહારના ભાગમાં મહિલાઓનું જનનાંગ છે. શરીરીની અંદરનો વિકાસ પુરુષ જેવો છે. ત્યારે મહિલાને ખબર પડી કે આટલા વર્ષોમાં એકવાર પણ તેને માસિક ચક્ર કેમ નથી આવ્યું. જેના કારણે તે પોતાના પતિના બાળકની મા નથી બની શકતી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ડોકટરે તે મહિલાને સલાહ આપી છે કે જો તે ઈચ્છે તો પોતાનું લિંગ પરિવર્તન કરાવી શકે છે. મહિલાઓના અંગ ઈચ્છે તો તે પણ સંભવ છે અને જો પુરુષ બનવા માંગે તો પણ સંભવ છે. જો કે મહિલાએ ડોક્ટરની આ સલાહ ઉપર હજુ સુધી કોઈ સહમતી નથી દર્શાવી.

Niraj Patel