વડોદરામાં કામવાળી રાખતા લોકો સાવધાન ! નોકરાણીએ વૃદ્ધને સાથે સુંદર કામવાળીએ કાંડ કર્યો, લેંગીસ કાઢી આવી પછી…..

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે, ત્યારે વડોદરામાંથી હાલ હનીટ્રેપનો મામલો સામે આવ્યો, જેમાં ઘરમાં કામ કરતી મહિલા સહિત 4 લોકોએ ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વૃદ્ધ પાસે 10 લાખની માગણી કરી અને 50 હજાર પડાવી લીધા. ત્યારે આ મામલે પીડિતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાનું નામ શહેનાઝ દીવાન છે, અને અન્ય 3 આરોપીની શોધખોળ હાલ શરૂ કરાઇ છે.

વડોદરાના ફતેગંજમાં આવેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જે અનુસાર, તેમનો દીકરો અબુધાબીમાં રહે છે અને તેમની પત્નીનું નિધન થયું છે. તેમના ઘરે જે બહેન કામ કરતા હતા તે બિમાર હતા અને એટલે તેમણે કામ છોડી દીધું હતું. એટલે તેમણે પેપરમાં જાહેરાત આપી કે ઘરકામ માટે એક બહેન જોઇએ છે. જો કે, આ દરમિયાન તેમના ત્યાં કામ કરતા જૂના બહેન કામ માટે પરત આવ્યા અને પેપરમાં જાહેરાત જોઇ થોડા દિવસ પછી શહેનાઝ પણ આવી.

જોકે, જૂના બહેન કામ કરતા હતા તે પાછા આવી જતા તેમણે શહેનાઝને ના પાડી. પણ શહેનાઝ મોબાઇલ નંબર આપીને ગઇ હતી અને કહ્યું હતું કે ક્યારેક કામ હોય તો કહેજો. જો કે, થોડા દિવસો પછી જ્યારે તેમના ઘરે કામ કરતા બહેન બિમાર થયા તો તેમણે શહેનાઝને ઘરકામ માટે જણાવ્યું. 13 જૂને બપોરે પોણા ત્રણ આસપાસ ઉપરાછાપરી ડોરબેલ વાગી અને તે પછી તેમણે દરવાજો ખોલ્યો તો 2 મહિલાઓ અને એક પુરુષ હતા. તેઓએ કહ્યું કે, તમારા ઘરમાં જે બેન છે તેમને બોલાવો.

File Pic

આ દરમિયાન પહેલાથી જ શહેનાઝ ઘરે હતી અને કામ માટે આવી હતી. જો કે, તે બહાર લેંગીસ કાઢી આવી અને તેણે આવેલા માણસોને કહ્યું કે, મેં તેની છેડતી અને ખરાબ કામ કર્યુ. તે બાદ આવેલા લોકોએ પીડિત વૃદ્ધને જણાવ્યું કે, ઘરકામના બહાને મહિલાઓને બોલાવી આવા ખોટા કામ કરો છો. તે પછી તેઓ વૃદ્ધને બદનામ કરવા લાગ્યા. જો કે, તેમણે આવેલા માણસોને સમજાવ્યા કે, તે વયોવૃદ્ધ છે અને તેમણે ખરેખર કોઇ ખોટું કામ નથી કર્યું. પછી તેમણે ખોટા કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી અને રકઝક કર્યાં બાદ 10 લાખ રૂપિયા આપવા જણાવ્યું.

File Pic

જો કે, વૃદ્ધે રૂપિયા આપવાની ના પાડતા ચારેયે દોઢ લાખની માગણી કરી અને તેમણે કહ્યુ કે તેમની પાસે હાલ ફક્ત 50 હજાર જ છે. તેમણે તે 50 હજાર બળબજરીથી કઢાવ્યા અને જતા રહ્યા. વૃદ્ધે જણાવ્યુ કે, મારા ઘરે આવેલો પુરુષ વિરેન અને મહિલા ટ્વિકન્લ અને રાગીણી હોવાનું તેમની વાતચીત પરથી જાણવા મળ્યું હતું. ત્યા

રબાદ બીજા જ દિવસે 14 જૂને ફરીથી એ લોકો આવ્યા અને તે સમયે વૃદ્ધના મિત્ર પણ ઘરે હાજર હતા એટલે તેઓ જતા રહ્યા હતા. ત્યારબાદ અરવિંદ બાગ ખાતે બે મહિલાઓ રૂપિયાની ઉઘરાણી કરવા આવી અને 50 હજાર લઇ ગયા પછી પણ અવારનવાર રૂપિયાની માંગણી કરતા તેમણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી.

Shah Jina