અજબગજબ

રસ્તા પર ભીખ માંગતો ભિખારી 35 વર્ષોથી કઈંક લખતો હતો,પણ જ્યારે એક મહિલાને એની હકીકત ખબર પડી તો એને ભિખારીના માથા પર ચુંબન કર્યું અને…

આપણે ઘણીવાર રોડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર કે ઘણી બધી જાહેર જગ્યાઓ ઉપર ઘણા ભિખારીઓને ભીખ માંગતા જોઈએ છીએ, ત્યારે આપણા મનમાં માત્ર એને જોવાની દૃષ્ટિ એક ભિખારી તરીકેની જ હોય છે, ઘણા ભિખારીઓ એવા પણ હોય છે જેમનામાં એક આગવી પ્રતિભા પણ હોય છે, પરંતુ પોતાની ગરીબી અમે પોતાની આવી હાલતના કારણે એ પ્રતિભા ક્યારેય ઉજાગરા નથી થઇ શકતી, ના તેને કોઈ ઉજાગર કરનારું મળે છે.

Image Source

આવી જ એક હકીકત આજે તમને જણાવીશું, ક્યારેક રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગો તો ક્યારે રોડના કિનારા ઉપર બેસીને ભીખ માંગતો એક ભિખારી, ઘણા બધા લોકો તેની આસપાસથી પસાર થતા હતા, પરંતુ કોઈની નજર તેના ઉપર પડતી નહીં, અને જયારે લોકો તેને જોતા ત્યારે એક ભિખારીની દૃષ્ટિએ જ તેને કઈ ખાવાનું આપીને ચાલ્યા જતા. ક્યારેક તો તે ભૂખ્યો પણ સુઈ જતો. આ ભિખારીએ કપડાં પણ એવા પહેર્યા હતા જેને જોઈને લોકો તેને ખાવાનું આપવાનું તો દૂર રહ્યું પરંતુ પાસે જવા માટે પણ અચકાતા હતા. પરંતુ એક દિવસ એક મહિલા ના માત્ર તેની પાસે ગઈ, તેના કપાળ ઉપર પણ ચુંબન આપ્યું, આ હકીકત સાંભળીને તમે પણ ભાવુક થઇ જશો.

Image Source

આ ઘટના બ્રાઝિલના સાઓ પાઉલો શહેરની છે. જ્યાં રોજ એક જ રસ્તા ઉપરથી પસાર થવા વાળી મહિલા એક ભુખરીને નોટિસ કરે છે. તેને નોંધ કરી કે આ ભિખારી ભીખ માંગવા સિવાય પણ રદ્દીના કાગળિયા ઉપર કંઈક લખ્યા કરે છે. સતત ભિખારીને આમ કરતો જોઈ તે મહિલાએ એક દિવસ પોતાની ઓફિસમાંથી રજા લીધી અને એ ભિખારી પાસે સમય વિતાવ્યો, તે મહિલાએ ખુબ જ હિમ્મત કરી અને તે ભિખારી સાથે વાત કરી અને પછી તે રદ્દી કાગળમાં શું લખતો હતો તેનું સાચું રહસ્ય ઉજાગર થયું.

Image Source

મહિલાના સતત કહેવા ઉપર તે ભિખારીએ રદ્દી મહિલાના હાથમાં આપી દીધી, તે રદ્દી ઉપર ભિખારીએ જે લખ્યું હતું તે વાંચીને મહિલાના હોશ ઉડી ગયા, તે ભિખારીએ ઘણી જ પ્રેરણાદાયી કવિતાઓ લખી હતી. તે મહિલાએ સમજી લીધું કે આ વ્યકતિ ભલે આજે આ હાલતમાં પડ્યો હોય, પરંતુ તેનામાં ખુબ જ ટેલેન્ટ પડેલું છે, બસ તેને બહાર કાઢવા માટેનો તેની પાસે કોઈ રસ્તો નથી, ત્યારબાદ મહિલાએ રોજ તે ભિખારી પાસેથી કવિતા લેવાનું શરૂ કરી દીધું.

Image Source

તે મહિલા આ બધી જ કવિતાઓને પોતાના ફેસબુક ઉપર પોસ્ટ કરતી રહી અને તેને ખુબ જ નામના પણ મળવા લાગી, મહિલાએ પછીથી તેનું એક અલગ પેજ પણ બનાવી દીધુ,  તે મહિલાને પણ વિશ્વાસ નહોતો કે તે ભિખારીની કવિતાઓ આટલી બધી પ્રચલિત થઇ જશે, 1 જ મહિનામાં આ પેજના 1 લાખથી પણ વધારે ફોલોઅર્સ બની ગયા. થોડા જ દિવસોમાં એ ભિખારી પણ સ્ટાર બની ગયો.

Image Source

ત્યારબાદ મહિલાએ તે ભિખારી સાથે એક ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો અને ત્યાર બાદ તે ભિખારી યુવકના ઘરવાળાએ પણ તેને ઓળખી લોધો અને ઘર મળવાની ખુશીના કારણે તે યુવક સાજો પણ થઇ ગયો. ફેસબુક ઉપર જ રાઈમુંડોની તસવીર જોઈને તેના ભાઈએ તેને ઓળખી લીધો ત્યારે ખબર પડી કે રાઈમુંડો એક વ્યાપારી હતો અને મિલેટ્રીની તાનાશાહી દરમિયાન પોતાના ઘરથી વિખૂટો પડી ગયો હતો અને પૈસાની અછતમાં તેના આવા હાલ થઇ ગયા હતા. રાઈમુંડોને મળવા માટે તેના ઘણા ચાહકો આવતા રહે છે. તે હાલમાં પોતાના પરિવાર સાથે રહે છે, હાલમાં જ તેનો 80મોં જાણ દિવસ પણ ઉજવવામાં આવ્યો જેનો વિડીયો તેના પેજ ઉપર પણ મુકવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.