ટોલ માંગ્યો તો મહિલાએ બતાવી દબંગાઇ, બુથમાં ઘુસી મહિલા કર્મચારીનો મોઢુ નોચ્યુ, પછી વાળ પકડીને ખુરશીમાં પાડી- વીડિયો
Greater Noida Viral Video: ટોલ પ્લાઝા પર કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક અને દાદાગીરીના અહેવાલો ઘણીવાર સામે આવે છે અને આવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ પણ થવા લાગે છે. ત્યારે હાલમાં મામલો દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાંથી આવો મામલો સામે આવ્યો છે. મહિલા કર્મચારી સાથે મારપીટના ફૂટેજ સીસીટીવીમાં કેદ થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે કારના નંબર પરથી મહિલા અને પુરુષની શોધખોળ હાથ ધરી હતી. મહિલાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી છે.
લેડી ટોલ વર્કરને આઈડી માંગવુ મોંઘુ પડ્યુ
કારમાં પુરુષ સાથે સવાર મહિલા ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહી હતી.સ્થળ પર તૈનાત મહિલા કર્મચારીએ ટોલ ચૂકવવાનું કહ્યું. મહિલાએ પોતાને સ્થાનિક ગણાવીને બેરિકેડ ખોલીને કારને જવા દેવાનું કહ્યું હતું. ટોલ કર્મચારીએ મહિલા પાસે આઈડીની માંગણી કરી. આઈડી કાર્ડ માંગવા પર કારમાં બેઠેલી મહિલાનો ગુસ્સો ભડકી ઉઠ્યો. આરોપ છે કે તેણે કારમાંથી નીચે ઉતર્યા બાદ ટોલ કર્મચારી સાથે મારપીટ કરી અને પોતે બેરિકેડ તોડીને કારની સ્પીડ વધારી. કારમાં સવારી કરતી દબંગ મહિલા હરકર ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ હતી.
કારમાંથી નીચે ઉતર્યા બાદ દબંગ મહિલાએ ટોલકર્મીને કેબિનમાં ઢોર માર માર્યો
વીડિયોમાં મહિલાના ગુસ્સાનું ઉગ્ર સ્વરૂપ જોઈ શકાય છે. કેબિનમાં પ્રવેશીને મહિલાએ ટોલવર્કરને તેના વાળ ખેંચીને ખુરશી પરથી નીચે પાડી દીધી. આશ્ચર્યની વાત એ છે કે ટોલ પ્લાઝા પર તૈનાત કર્મચારીઓએ મહિલાને બૂથની અંદર જતી રોકી ન હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. કારના નંબર પરથી મહિલા અને પુરૂષ સાથીદારની ઓળખ થઈ હતી. પોલીસ કસ્ટડીમાં દબંગ મહિલાની પૂછપરછ કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે ટોલ પ્લાઝા પર લડાઈનો આ પહેલો વીડિયો નથી. આ પહેલા પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
Greater Noida: Woman toll plaza employee brutally thrashed for demanding payment, video goes viral.#ViralVideo #TollPlaza #GreaterNoida pic.twitter.com/o2IpX9Pmtp
— Jyoti Parkash Daloutra (@daloutra32763) July 17, 2023