પિયર જતી મહિલાએ દીપડાને રાખડી બાંધી, આજુ બાજુ લોકો ઘેરાઈને સેલ્ફી લેવા માંડ્યા…દીપડો ચુપચાપ કેમ બેઠો હતો તે જાણીને ચોંકી જશો

ભારત વિવિધ તહેવારો અને સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે, અહીં દરેક તહેવારને ખુબ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવામાં ગત દિવસે બાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી.આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેની રક્ષા માટે દુઆ માંગે છે. પણ શું તમે સાંભળ્યું છે કે કોઈ મહિલાએ જંગલી ખૂંખાર ચિત્તાને રાખડી બાંધી હોય ? આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને કઠણ કાળજા વાળા પણ ભાવુક થઈ જશે.

આ વિડીયો રક્ષાબંધનના ખાસ અવસર પર સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા ઘાયલ ચિત્તાને રાખડી બાંધી રહી છે. આઈએફએસ અધિકારી સુશાંત નંદા અવાર-નવાર પ્રાણીઓને લગતા આવા જ ચોંકાવનારા વિડીયો શેર કરતા રહે છે. આ વિડીયો તેમણે પોતાના  એકાઉન્ટ પર શેર કર્યો છે, જેણે લોકોનું દિલ જીતી લીધું છે.

વીડિયોમાં ગુલાબી કૂર્તો પાયજામો પહેરેલી મહિલા જેણે માથા પર દુપટ્ટો ઓઢી રાખ્યો છે, તે રાજસ્થાનની રહેનારી છે. ઘાયલ ચિત્તાને વન વીભાગને સોંપતા પહેલા મહિલા રાખડી બાંધતી જોવા મળી હતી. સુશાંતજીએ તસ્વીર શેર કરીને કેપ્શનમા લખ્યું કે,”ભારતમાં સદીયોથી મનુષ્ય અને જંગલી પ્રાણીઓ કોઈ શર્ત વગર જ પ્રેમથી રહેતા આવ્યા છે. રાજસ્થાનમાં એક મહિલા તેના માટે પ્રેમને દેખાડી રહી છે. વન વિભાગને સોંપતા પહેલા બીમાર ચિત્તાને રાખડી બાંધે છે”.

આ સુંદર વીડિયો લોકોએ ખુબ પસંદ કર્યો છે અને તે સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ પણ થઇ રહ્યો છે. એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું કે,”આવું જ હોવું જોઈએ. આપણે જંગલો અને અન્ય જીવનની સાથે સહ-અસ્તિત્વની જરૂર છે. ભગવાને દરેક પ્રકારના જીવન બનાવ્યા છે અને દુનિયા માત્ર લોકો માટે જ નથી”.અન્ય એકે લખ્યું કે,”રાખડી બાંધવી પ્રતીકાત્મક છે, પ્રેમ અને સ્નેહ ખુબ જ સુંદર છે. જેવું કે મહિલાએ દેખાડ્યું અને આપણા જંગલોની દેખભાળ કરી રહેલા દરેક કર્મચારીઓ માટે તાળીઓ”.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રાજસમંદના એસીએફ વિનોદ કુમાર રાયે કહ્યું કે વન વિભાગને આ ચિત્તા વિશેની સૂચના મળી હતી. તત્કાલ વિભાગથી વન વિભાગની ટિમ સ્થળ પર પહોંચી અને જોવામાં આવ્યું કે આ માદા ચિત્તો છે, જેના બેકબોન પોર્સનમાં ખુબ ઊંડો ઘાવ હતો. તેમણે કહ્યું કે તે ઘાવમાં કીડાઓ પણ પડી ચુક્યા છે, જેને લીધે માદા ચિત્તો ચાલી પણ શક્તિ ન હતી અને તેનું બ્રેન પણ પુરી રીતે કામ કરી શકે તેમ ન હતું. વિનોદ રાયના આધારે વનવિભાગના ડોક્ટરોએ ફિમેલ ચિત્તાનો ઉપચાર કર્યો. ઉપચાર પછી ચિત્તો ઉભી થઇ શકી હતી, પણ એક કલાક પછી જ સંક્રમણને લીધે તે મૃત્યુ પામી હતી. જેના બાદ તેના મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

Krishna Patel