બેગમે શૌહરને કહ્યું હું કપડા પહેર્યા વગર જ ફરીશ, કારણ જાણીને રુવાડા બેઠા થઇ જશે

ઘણીવાર પતિ-પત્ની વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતા વાત છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે. ત્યારે ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે પતિ અથવા પત્નીના અવૈદ્ય સંબંધો હોવાને કારણે પણ વાત છૂટાછેડા સુધી પહોંચે છે. પરંતુ હાલ જે કિસ્સો છૂટાછેડાના સામે આવ્યો છે તે ઘણો જ અજીબ છે. અહીં એક પત્નીએ તેના પતિને છૂટાછેડા લેવા માટે ધમકી આપી કે જો તે છૂટાછેડા નહિ આપે તો તે રસ્તા પર કપડા પહેર્યા વગર જ ફરશે.ખાડી દેશ સાઉદી અરબમાં છૂટાછેડાના મામલા વધતા જઇ રહ્યા છે. આ વચ્ચે એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે.

જયાં પત્નીએ પતિને છૂટાછેડા લેવા માટે અજીબોગરીબ ધમકી આપી જે બાદ મજબૂરીમાં પતિને છૂટાછેડા આપવા પડ્યા. મહિલાએ પતિને ધમકી આપી હતી કે જો તે છૂટાછેડા આપવા માટે રાજી નહિ થાય તો તે કપડા પહેર્યા વગર જ ફરશે. સ્થાનીક મીડિયાના અહેવાલ અનુસાર, સાઉદી અરબની મહિલાએ તેના પતિને ધમકાવ્યો કે તે તેના સાથે છૂટાછેડા લઇ લે. જયારે પતિ આ માટે ના પડી તો મહિલાએ તેને રસ્તા પર કપડા વગર ફરવાની ધમકી આપી. તે બાદ પતિ પાસે પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજો કોઇ રસ્તો ન હતો.

છૂટાછેડા બાદ પતિ શરિયા કોર્ટ પણ ગયો કેમ કે છૂટાછેડા રદ થઇ શકે. વ્યક્તિએ શરિયા કોર્ટમાં એક મુકદમા દાયર કરી કહ્યુ કે, છૂટાછેડાને રદ કરવામાં આવે કારણ કે આ તેની ઇચ્છા વિરૂદ્ધ થઇ રહ્યુ છે. પરંતુ શરિયા કોર્ટે વ્યક્તિની વાતોને ખારિજ કરી છૂટાછેડાને રદ કરવાની ના કહી દીધી. સાઉદી અરબના સાંખ્યિકી પ્રાધિકરણ અનુસાર સાઉદી અરબમાં હાલમાં જ છૂટાછેડાના મામલામાં વધારો જોવા મળ્યો છે. ડેટા અનુસાર ત્યાં દર કલાકે છૂટાછેડાના સાત મામલે સામે આવે છે. ઓથોરિટીએ કહ્યુ કે, છેલ્લા 10 વર્ષોમાં છૂટાછેડાના મામલામાં 60% વધારો થયો છે.

Shah Jina