ખબર

વાઇરલ વિડીયો: ‘જવા દો બાકી હું અહીં જ મારો જીવ કાઢી નાખીશ!’ સ્કૂટરચાલક છોકરીએ ટ્રાફિક પોલિસને આપી ધમકી

દેશભરમાં સંશોધન પામેલ મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે અને હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને મળતી સજા અને દંડમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારની હેઠળ આવતા દિલ્હી કેપિટલ રિઝન જેવા ઇલાકાઓમાં તો દંડની રકમ આસમાનને આંબે તેવી છે. તો બીજી તરફ ગુજરાત સહિતના અમુક રાજ્યોએ કેન્દ્રીય બીલમાં આપેલી દંડની રકમને અમુક ટકા ઘટાડીને લાગુ કર્યું છે.

Image Source

હાલ જ દિલ્હીના કેપિટલ ગેટ પાસે જે ઘટના ઘટી તે એકદમ અનોખી છે. આમ તો સપ્ટેમ્બરની શરૂઆતથી દેશભરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોના સખ્ત ચલણ કાપવામાં આવી રહ્યાં છે. દિલ્હીની આ ઘટના ટ્રાફિક પોલિસ અને સ્કૂટર ચાલક યુવતી વચ્ચે રસ્તા વચ્ચે થયેલી બોલાચાલીની છે.

મારી મમ્મીને બોલાવી લઇશ! —

Image Source

દિલ્હીના કેપિટલ ગેટ પાસે ટ્રાફિક પોલિસે એક સ્કૂટરચાલક યુવતીને અટકાવી હતી. તેમના સ્કૂટરની નંબર પ્લેટ તૂટેલી હતી અને યુવતી ચાલુ સ્કૂટરે ફોન પર વાત કરતી હતી. ટ્રાફિક પોલિસનો ડેરો જોઈને તે રીતસર ભોંચક્કી રહી ગયેલી. એ પછી ટ્રાફિક પોલિસના જવાનો સાથે તેમની દલીલો ચાલુ થઈ હતી. પોતાની પાસે પુરતી રકમ નથી, જવાનું મોડું થાય છે અને પોતે કોઈ નિયમનો ભંગ કર્યો નથી એવા અમુક ધડમાથાં વગરના દાવાઓ તેમણે કર્યા હતા. એક વખત તો ટ્રાફિક પોલિસના જવાનોને ધમકી પણ આપી દીધી કે, હું મારી મમ્મીને ફોન કરીને બોલાવી લઈશ!

દલીલો ખૂટી એટલે રોવાનું ચાલુ કર્યું —

સ્કૂટરચાલક યુવતીના સ્કૂટરની ચાવી ટ્રાફિક પોલિસે કાઢી લીધી હતી અને બાદમાં તેણે જીભાજોડી કરવાની શરૂઆત કરેલી. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે દલીલો કરતી યુવતી રો’વા માંડી અને ટ્રાફિક પોલિસને જવા દેવા માટે કરગરવા માંડી!

જો કે, ટ્રાફિક પોલિસના જવાનોનું કહેવું હતું કે તમે નિયમનો ભંગ કર્યો છે એટલે જ અમે તમને રોક્યાં છે.

હેલ્મેટનો છૂટો ઘા કર્યો —

ટ્રાફિક પોલિસે સ્કૂટરચાલક યુવતીને કાશ્મીરી ગેટના ઇલાકા પાસે રોક્યા બાદ આક્રોશમાં આવેલી યુવતી એક વખત તો પોતાના હેલ્મેટનો રસ્તા પર રીતસર ઘા જ કરી દે છે. તેમનું કહેવું હોય છે કે, પોતે મોબાઇલ હાથમાં રાખીને નહી પણ હેલ્મેટ અને કાન વચ્ચે ભરાવીને વાત કરતી હતી અને એ પ્રમાણે એણે કોઈ નિયમનો ભંગ કર્યો નથી!

હું અહીં જ મરી જઈશ! —

ટ્રાફિક પોલિસ દ્વારા નિયમોના ભંગ અને બાકીની વાત કોર્ટમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યા બાદ યુવતી આત્મહત્યા કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારે છે. ‘મેં યહીં પર ફાંસી લગા લૂગી’ – આ શબ્દો યુવતીના છે. એ પછી પણ ‘મુઝે મોત કા ડર નહી હૈ’ જેવી વાતો તેમની જબાનમાં ચાલુ જ રહે છે. જો કે, છેવટ સુધી ટ્રાફિક પોલિસે મચક આપી હોય એવું વીડિઓમાં જોવામાં આવતું નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks