રસ્તા વચ્ચે બેભાન થઈને પડી ગઈ મહિલા, મદદ માટે દીકરી બૂમો પાડતી રહી પણ કોઈ આવ્યું નહીં, અંતે જેસીબી દ્વારા હોસ્પિટલ પહોંચવી તો….

કોરોના મહામારીની આ બીજી લહેર આખા દેશમાં ખુબ જ ઘાતક બની રહી છે. આ સમયની અંદર જો રસ્તા ઉપર કોઈ વ્યક્તિને કઈ થઇ જાય તો કોઈ મદદ માટે આગળ પણ નથી આવી રહ્યા, આવા ઘણા કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયામાં અને સમાચારમાં જોયા છે, ત્યારે આવો જ એક કિસ્સો હાલ કર્ણાટકમાંથી સામે આવ્યો છે.

કર્ણાટકના કોલાર શહેરમાં એક મહિલા અચાનક રસ્તા ઉપર બેભાન થઈને પડી ગઈ. સાથે રહેલી તેની દીકરી લોકોને મદદ માટે આજીજી કરતી રહી હાથ જોડતી રહી પરંતુ કોરોનાના ડરના કારણે કોઈ વ્યક્તિ તેની નજીક પણ આવ્યું કે તેને કોઈ વાહન દ્વારા હોસ્પિટલમાં લઈ જવા માટે તૈયાર થયું.

થોડીવાર બાદ આ મહિલાને જેસીબી દ્વારા હોસ્પિટલ પહોચવવામાં આવી. પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઇ ગયું હતું. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તે મહિલાને મૃત જાહેર કરી દીધી.આ મહિલાની ઓળખ 42 વર્ષીય ચંદ્રકલાના રૂપમાં થઇ છે.

બુધવારની રાતે ચંદ્રકલા પોતાની 12 વર્ષની દીકરી સાથે ચિંતામણીના કુરુથહલ્લી ગામ ગઈ હતી. જ્યાં તે મજૂરી કરતી હતી. ચન્દ્રકલાના બીમાર થવા ઉપર બંને ઘરે આવી ગયા હતા. પરંતુ રાત વિતાવવા માટે એક દુકાનની બહાર બેસી ગયા. સવારે ગામના લોકોએ તેને ખાવા માટે પણ આપ્યું. પરંતુ બપોરની આસપાસ જયારે ચંદ્રકલાની દીકરીએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે બેભાન થઈને પડી હતી.

માતાને આ હાલતમાં જોઈને દીકરી રડતી રહી. પરંતુ કોઈપણ મહિલાને હોસ્પિટલમાં લઇ જવા માટે તૈયાર નહોતું. એવામાં કોઈપણ રીતે જેસીબી મશીન આવ્યું અને તેના દ્વારા મહિલાને હોસ્પિટલ પહોંચાવવામાં આવી. પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઇ ગયું હતું.

રિપોર્ટમાં ખબર પડી કે તે મહિલાને કોરોના નહોતો થયો. તમને જણાવી દઈએ કે ચંદ્રકલા થોડા વર્ષો પહેલા જ તેના પતિને ખોઈ ચુકી હતી. જેના બાદ તે પોતાની 12 વર્ષની દીકરી અને 10 વર્ષના દીકરાની દેખરેખર એકલા જ કરી રહી હતી.

Niraj Patel