અરે બાપ રે… આ શું ? મહિલા વિદેશ પ્રવાસ જઈને પરત ફરી ત્યારે બેગ ખોલતા જ નીકળી એવી ભયાનક વસ્તુ કે જોનારના પણ હોશ ઉડી ગયા, જુઓ

ફરવાનું દરેક લોકોને ગમતું હોય છે, તે પછી ભારતીયો હોય કે વિદેશીઓ, જો સમય સમય ઉપર વેકેશન ના લેવામાં આવે તો જિંદગી જાણે બોરિંગ થઇ ગઇ હોય તેમ લાગે છે. ઘણા લોકો વિદેશ પ્રવાસે પણ જતા હોય છે. પરંતુ આ બધામાં કોમન એક વસ્તુ હોય છે કે જયારે કોઈપણ વ્યક્તિ ફરવા માટે જાય ત્યારે ત્યાંથી કોઈને કોઈ વસ્તુ ખરીદીને લાવતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે ખુબ જ ચોંકાવનારી છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટના સામે આવી છે ઓસ્ટ્રિયામાંથી. જ્યાં એક મહિલા રજાઓ ગાળવા ક્રોએશિયા ગઈ હતી. જ્યારથી તે ત્યાંથી પાછી આવી છે ત્યારથી તેને પોતાના જીવનો ડર સતાવી રહ્યો છે. ત્યાંથી આવ્યા બાદ તેની સૂટકેસમાંથી એક-બે નહીં પરંતુ 18 વીંછી મળી આવ્યા હતા. તેની સૂટકેસ અને વીંછીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ જણાવ્યું કે જ્યારે તે ગયા શનિવારે નેટર્નબેકથી પરત આવી ત્યારે તેણે પોતાનું સૂટકેસ ખોલ્યું. તેમાં એક માદા વીંછી અને 17 નાના વીંછી હતા. સંભવતઃ તે એક આખું કુટુંબ છે, જેમાં માતા અને તેના 17 બાળકોનો સમાવેશ થાય છે. એનિમલ રેસ્ક્યુ સર્વિસ સાથે સંકળાયેલા ટિઅરહિલ્પ ગુસેંટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર જણાવ્યું હતું કે, “અમારો સંપર્ક નેટરબેકથી પરત ફરેલી એક મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે તે મહિલા તેના સામાનમાં કેટલાક જીવો સાથે ક્રોએશિયાથી પરત આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ગુસેન્ટલે કહ્યું, આ સામગ્રી માદા વીંછી અને તેના બાળકો હતા. અમે કોઈક રીતે પ્રાણીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ થયા અને હાલમાં અમે બાળકો મોટા ન થાય ત્યાં સુધી તેમની સંભાળ લઈ રહ્યા છીએ. તેઓ ક્રોએશિયાથી અહીં આવ્યા હોવાથી, સંભવતઃ તેઓને તેમના મૂળ દેશમાં મોકલવામાં આવી શકે છે. તે જ સમયે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રથમ વખત નથી. અગાઉ ત્રણ વધુ લોકો ક્રોએશિયાથી રજા પર પાછા ફર્યા હતા અને ઘરે આવ્યા બાદ ફરિયાદ કરી હતી.

લિંજ નામની મહિલા ગયા મહિને ક્રોએશિયાથી પરત આવી ત્યારે તેની સૂટકેસમાંથી પણ આ પ્રાણીઓ મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે વીંછી એ અરકનિડા મૂળનું પ્રાણી છે અને તે કરોળિયા, જીવાત અને ટિક સાથે ગાઢ સંબંધ ધરાવે છે. વીંછીની લગભગ બે હજાર પ્રજાતિઓ છે, પરંતુ માત્ર 30 થી 40 પ્રજાતિઓ જ એવી છે, જેમાં એટલું ઝેર હોય છે કે તેના કરડવાથી માણસ મરી જાય છે.

Niraj Patel