24 વર્ષની બબીતાના પતિના મૃત્યુનો આઘાત સહન ન થયો તો પોતે ઉઠાવ્યું દર્દનાક પગલું, પરિવાર બિચારો રડી રડીને અડધો થઇ ગયો
અમર પ્રેમની કહાનીના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. એવામાં એવો જ એક કિસ્સો હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યા પતિ-પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે પતિનું અણધાર્યુ મોત આવતા પત્નીથી દુઃખ સહન ન થઇ શક્યું માટે પત્નીએ પણ પતિના ગયા પછી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.

ઘટના હમીરપુરના ચંબોહ ગામની છે જ્યા 24 વર્ષની બબીતાના લગ્ન 6 વર્ષ પહેલા કરન ઠાકુર સાથે થયા હતા. બંને વચ્ચે ખુબ પ્રેમ હતો અને ખુબ આનંદમય જીવન વિતાવતા હતા. એવામાં હાર્ટ એટેક આવવાને લીધે અચાનક જ કરનનું નિધન થયું હતું, જેનું દુઃખ બબીતા સહન કરી શકી ન હતી.એવામાં કરનના 13મી બાદ અને સમગ્ર વિધિઓ પૂર્ણ કર્યા બાદ બબીતાએ પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું.
પરિવારને જાણ થતા તરત જ બબિતાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિવારનું માનવું છે કે પતિની મોતના દૂઃખને લીધે બબીતાએ આ પગલું ભર્યું છે અને બીજી તરફ પોલીસે પણ કેસ દર્જ કર્યો છે અને બબીતાના શવને પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપી દેવામાં આવ્યું છે અને આગળની જાંચ કરવામાં આવી રહી છે.ભોરંજ થાણા પ્રભારીએ બબીતાના મોતની પુષ્ટિ કરી છે અને કહ્યું કે મામલો દર્જ કરીને તપાસ કરવામાં આવે. તેમણે એવું પણ જણાવ્યું કે ઘટના સ્થળ પરથી સુસાઇડ નોટ મળી નથી.