એરપોર્ટ ઉપર મોડા પહોંચવાના કારણે મહિલાને ના મળ્યું બોર્ડિંગ તો આવી ગયા ચક્કર, પછી થયું એવું કે.. જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

બોર્ડિંગ કાઉન્ટર આગળ જ ઢળી પડી મહિલા, પાણી માટે પાડતી રહી બૂમો, છતાં પણ શોભાના ગાંઠિયા બનીને જોતા રહ્યા એરલાઇન્સના કર્મચારીઓ, જુઓ વીડિયો

વિમાનમાં મુસાફરી કરતા સમયે તમારે નિર્ધારિત સમય પહેલા એરપોર્ટ પર પહોંચી જવું પડે છે. કારણ કે બોર્ડિંગની પ્રક્રિયા ખુબ જ લાંબી હોય છે. ત્યારે જો તમે મોડા પહોંચો તો ક્યારેક તમે ફલાઇટ પણ મિસ કરી શકો છો, પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેના કારણે ચર્ચાનો માહોલ પણ ગરમ થયો છે.

એક મહિલા મુસાફરને એર ઈન્ડિયાના સ્ટાફ દ્વારા કથિત રીતે તેના મોડા આગમનને કારણે બોર્ડિંગમાં નકારવામાં આવ્યા બાદ તેને પેનિક એટેક થયો હતો. એક સાથી મુસાફર દ્વારા મોબાઈલ પર બનાવેલા વીડિયોમાં મહિલાને દિલ્હી એરપોર્ટના બોર્ડિંગ ગેટ પાસે જમીન પર સૂતી અને ઝડપથી શ્વાસ લેતી જોઈ શકાય છે. સાથે મુસાફરી કરી રહેલા સંબંધીઓનો આરોપ છે કે આ મહિલાને મેડિકલ સુવિધા પણ પૂરી પાડવામાં આવી નથી.

જો કે એર ઈન્ડિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. એરલાઇન તરફથી સત્તાવાર નિવેદનમાં આ વીડિયોને “ભ્રામક” ગણાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરો અને CISF કર્મચારીઓને સ્ટાફ દ્વારા તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, મહિલાના ભત્રીજાએ દાવો કર્યો હતો કે તેણે એરલાઇનને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે તે પાંચ મિનિટ મોડી આવશે કારણ કે તેની કાકી હૃદય અને ડાયાબિટીસના દર્દી છે અને ચાલી શકતી નથી.

તેમના કહેવા પ્રમાણે, ‘જાણવા છતાં, તેઓએ અમારા અને અમારા જેવા અન્ય મુસાફરો માટે (લગભગ અડધા કલાક પછી વિમાન ઉપડવાનું હતું) દરવાજા બંધ કરી દીધા.’ તેના કહેવા પ્રમાણે, આનાથી તેની કાકી નર્વસ થઈ ગઈ અને તેને ચક્કર આવવા લાગ્યા. અમે મેડિકલ ઈમરજન્સી માટે કહ્યું પરંતુ સ્ટાફે સિક્યુરિટીને બોલાવી અને બહાર નીકળવાના દ્વાર સુધી અમને મૂકવા કહ્યું.

 

View this post on Instagram

 

A post shared by (@the_time_travellerr)

વીડિયોમાં, સ્ટાફના ત્રણ સભ્યો કાઉન્ટરની પાછળ જોઈ શકાય છે જ્યારે મહિલાના સંબંધીઓ તબીબી સહાય અને પાણી માટે બૂમો પાડતા જોવા મળે છે. મહિલાના એક સંબંધીને ગુસ્સામાં કહેતા પણ સાંભળી શકાય છે કે, ‘આ જ વાત તારી માતા સાથે થશે તો તને ખબર પડશે.’ જોકે, એર ઈન્ડિયાએ દાવો કર્યો છે કે જ્યારે ડૉક્ટરો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મહિલાને સારું લાગવા લાગ્યું અને તેણે મેડિકલ હેલ્પ કે વ્હીલચેર લેવાની ના પાડી.

Niraj Patel