પહેલા ટોપી ઉતારી પછી ટોપ અને પેંટ…મહિલાએ ફ્લાઇટમાં 30000 ફૂટની ઊંચાઇ પર કપડા વગર 25 મિનિટ સુધી મચાવી ધમાલ- જુઓ વીડિયો

ફ્લાઇટમાં મહિલાએ ઉતારી દીધા બધા કપડા, 25 મિનિટ સુધી ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા- વીડિયો વાયરલ

અમેરિકામાં એક વિમાનની અંદર એવી ઘટના બની, જે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ. હ્યુસ્ટનથી ફીનિક્સ જતી સાઉથવેસ્ટ એરલાઇન્સની ફ્લાઇટમાં એક મહિલા મુસાફરે પોતાના કપડાં ઉતારીને હંગામો મચાવ્યો. ફ્લાઇટના ઉડાન ભર્યા પછી તરત જ આ ઘટના બની. મહિલા મુસાફરે ચીસો પાડી, પોતાનું ટોપ અને પેન્ટ ઉતાર્યું અને કોકપીટમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. ફ્લાઇટ હવામાં ખૂબ ઊંચાઈએ પહોંચતાં એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ.

પરિસ્થિતિ વધુ ખરાબ થતી જોઈને, પાયલોટે વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું. આ પછી મહિલાને પોલીસને સોંપવામાં આવી. આ ઘટના સોમવારે બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, ફ્લાઇટ શરૂ થતાં જ મહિલાએ હોબાળો મચાવ્યો. મહિલાએ વિમાનમાંથી નીચે ઉતરવાની માંગ કરી પરંતુ ક્રૂએ વિમાનને આગળ વધારવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ મહિલા આક્રમક બની ગઈ, બૂમો પાડવા લાગી અને પોતાના કપડાં ઉતારવા લાગી.

ફ્લાઇટમાં હાજર એક મુસાફરે જણાવ્યું કે મહિલાએ પહેલા પોતાની ટોપી અને જૂતા ફેંકી દીધા. પછી શર્ટ અને બધું ઉતારવાનું શરૂ કર્યું. ફ્લાઇટમાં એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ કારણ કે મહિલા વિમાનમાં નગ્ન થઈને ફરતી હતી. તે કોઈની પરવા કર્યા વિના નગ્ન અવસ્થામાં ફરતી હતી. તેણે કોકપીટમાં ઘુસવાનો પણ પ્રયાસ કર્યો. આ દરમિયાન તેણે ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે પણ ગેરવર્તન કર્યું. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને પાયલટે વિમાનને પાછું ગેટ પર લઈ ગયા.

એરલાઇન સ્ટાફે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો. એક કર્મચારીએ મહિલાને બ્લેન્કેટથી ઢાંકી દીધી પણ તે વિમાનમાંથી ઉતરી ગઈ. ત્યારબાદ હ્યુસ્ટન પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી. પોલીસે મહિલાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે મહિલા વિરુદ્ધ હજુ સુધી કોઈ કેસ નોંધાયેલ નથી. સાવચેતીના પગલા તરીકે તેને કસ્ટડીમાં લેવાઇ છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!