સાબરકાંઠામાં 26 વર્ષીય વહુએ કરી લીધી આત્મહત્યા, સસરો એવું એવું કરતો કે વહુએ નક્કી કરી લીધું કે હવે જીવવું નથી

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ સાથે અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર પરણિતા કે યુવતિઓના માનસિક ત્રાસને કારણે આપઘાતના પણ સમાચાર સામે આવતા રહે છે, ત્યારે હાલમાં સાસરિયાના ત્રાસને કારણે એક પરણિતાએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૃતક પરણિતાને બે બાળકો છે. આ કિસ્સો સાબરકાંઠાના તલોદથી સામે આવ્યો છે. પણિતાએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે સસરા તરફથી માનસિક અને ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

એવું પણ સામે આવ્યુ છે કે, સસરા તરફથી જે પરણિતાને ત્રાસ આપવામાં આવતો તેની ફરિયાદ મૃતકે તેના માતા-પિતાને પણ કરી હતી. જો કે, સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતા પરણિતાએ તેના બે બાળકોને મૂકી આપઘાત કરી લીધો હતો. મૃતકનું નામ સુનીતા ઉર્ફે સરિતા છે. તેના લગ્ન તલોદ ખાતે રહેતા ધર્મેન્દ્ર સાથે થયા હતા. આ લગ્નથી તેને બે બાળકો પણ છે, જેમાં 4 વર્ષની એક દીકરી અને 5 વર્ષની બીજી દીકરી છે.

સરિતાના માતા-પિતા ઉદેપુર રહેતા હતા. સરિતાએ અનેકવાર તેના માતા-પિતાને ફરિયાદ કરી હતી કે તેના સસરાની નિયત સારી નથી અને તેઓ તેને ખરાબ નજરે જુએ છે. આ વાતને લઇને સરિતાના માતા-પિતાએ તેના પતિ અને સસરાને સમજાવ્યા હતા અને ઠપકો પણ આપ્યો હતો. જો કે, તેમ છત્તાં પણ તેમણે તેમની ગંદી હરકત ચાલુ રાખી હતી. ત્યારે આખરે કંટાળી પરણિતાએ 14 મેના રોજ આપઘાત કરી લીધો હતો. આ વાતની જાણ જમાઇએ મૃતકના માતા-પિતાને કરી હતી અને તેઓ તાત્કાલિક તલોદ આવી ગયા હતા.

આ દરમિયાન સરિતાના કપડામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને તેમાં તેણે લખ્યુ હતુ કે તેના સસરા મીઠાલાલ તેને ખરાબ નજરે જુએ છે અને અનેકવાર અડપલા પણ કરે છે. જો તે વશમાં ન થાય તો -માનસિક ત્રાસ આપે છે. આ સિવાય તેણે સુસાઇડ નોટમાં સસરા ઝઘડા કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલ તો મૃતકના પિતા દ્વારા સુસાઇડ નોટના આધારે સસરા વિરૂદ્ધ મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો છે અને પોલિસે ગુનો નોંધી હાલ કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina