બેંકમાં મહિલાનો હાઇ વોલ્ટેજ ડ્રામા : આધાર લિંક ન હોવા પર વાળ ખોલી નાચવા લાગી- જુઓ વીડિયો

આધાર લિંક કરાવવા બેંક ગઇ હતી મહિલા, અચાનક વાળ ખોલી નાચવા લાગી, વીડિયો જોઇ લોકો બોલ્યા- દેવી આ ગઇ

Woman Start Dancing In Bank : સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય તેની કોઇને ખબર નથી રહેતી. હાલમાં એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના ગુનાની કહેવાઇ રહી છે. રિપોર્ટ અનુસાર, શુક્રવારે એક મહિલા ‘લાડલી બહના’ માટે KYC કરાવવા માટે આરોનમાં સ્થિત SBI બ્રાન્ચ પહોંચી હતી. પરંતુ અચાનક તે લાઇનમાંથી બહાર નીકળી ગઇ અને બેંક પરિસરમાં ગોળ ગોળ ફરવા લાગી.

આવી સ્થિતિમાં મહિલાના વાળ ખૂલી ગયા અને થોડી વાર ફર્યા પછી તે જમીન પર બેસી ગઈ અને તાળીઓ પાડવા લાગી. પછી તે બ્રાન્ચમાં અહીં-ત્યાં જતી વખતે રડવા લાગી. લોકોએ દાવો કર્યો હતો કે મહિલા પર કોઈ દેવી હતી, જેના કારણે તે આવું વર્તન કરતી હતી. આ ક્લિપ ટ્વિટર યુઝર @SyedSho43211335 દ્વારા 5 જૂને કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવી હતી – બેંકમાં આધાર લિંક ન હોવાને કારણે લાડલી બહના યોજનામાં વિલંબને કારણે, દેવીએ આવીને સરકારને શ્રાપ આપ્યો. આ સાથે તેણે ‘MP કોંગ્રેસ’ને પણ ટેગ કર્યું.

આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી પોસ્ટ કરવામાં આવી રહી છે. 44 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે SBI બેંકની શાખામાં લાઇન લાગેલી છે અને આ દરમિયાન એક મહિલા લાઇનમાંથી બહાર આવે છે અને તેના વાળ ખુલ્લા રાખીને અહીં-ત્યાં નાચવા લાગે છે અને ગોળ-ગોળ ફરે છે. ડાન્સ કરતી વખતે તે અચાનક જમીન પર બેસી જાય છે અને જમીન પર હાથ પછાડે છે.

આ પછી તે ઉઠે છે અને આખા કેમ્પસમાં ફરી ડાન્સ કરવા લાગે છે. એટલું જ નહીં, તે બૂમો પાડતી અને કંઈક કહેતી જોવા મળે છે. પરંતુ મહિલાને આ બધું કરતી જોઈને બેંક કર્મચારીઓ અને અન્ય લોકો પણ કંઈ કરતા નથી. તેઓ પોતાના કામમાં વ્યસ્ત જણાય છે. જ્યારે ત્યાં હાજર એક વ્યક્તિ મહિલાનો વીડિયો બનાવી દે છે અને પછી તે વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે.

Shah Jina