મહિલાને ચઢ્યું સફાઈનું એવું ભૂત કે ચોથા માળે એક નાની રેલિંગ ઉપર ઉભી રહીને બારીના કાચ સાફ કરવા લાગી, વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી ગયા

આપણા દેશમાં સ્ત્રીને ઘણા લોકો એક અબળા નારી તરીકે માનતા હોય છે, પરંતુ જયારે કૈક કરી બતાવવાનો સમય આવે છે ત્યારે સ્ત્રી મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ કરીને બતાવે છે. આજે જેમ આધુનિક યુગમાં સ્ત્રી કંઈપણ કરી શકે છે તેમ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા ચોથા માળની રેલિંગ ઉપર ચઢી અને બહારથી ઘરની બારીના કાચ સાફ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચોથા માળે એક ઘરમાં રહેતી એક મહિલા બારી પર ઉભા રહીને સફાઈ કરી રહી છે. વીડિયો જોઈને સ્પષ્ટ થશે કે મહિલા બારીની કિનારે ઊભી છે. જો સહેજ પણ ભૂલ થઈ જાય તો કોઈપણ અકસ્માત થઈ શકે છે. પરંતુ મહિલા સંપૂર્ણપણે સફાઈમાં વ્યસ્ત છે. આ મહિલાને અવાજ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.

હવે આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે લોકોએ આ મહિલાને આવું કરતા જોઈ ત્યારે તેના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. ત્યાર બાદ મહિલાની આસપાસના લોકોને આ રીતે પોતાનો જીવ જોખમમાં ન નાખવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આવી બેદરકારીના કારણે ઘણી વખત બહુમાળી ઈમારતોમાં અકસ્માતો સર્જાય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેની સામેની બિલ્ડિંગમાં રહેતી અન્ય એક મહિલાએ બનાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

તમને જણાવી દઈએ કે આ મામલો શિપ્રા રિવેરા સોસાયટીનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં ચોથા માળે રહેતી એક મહિલાને સ્વચ્છતાનો એવો ક્રેઝ આવ્યો કે તેણે પોતાના જીવની પણ પરવાહ ન કરી. મહિલા તેના ફ્લેટની બાલ્કનીના કાચ સાફ કરવા માટે ચોથા માળે પાતળી રેલિંગની મદદથી ઊભી હતી. સદનસીબે, આ સમય દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

Niraj Patel