મરવા માટે યુવતિ રેલવે ટ્રેક પર ટ્રેન સામે ઊભી રહી ગઇ, પરંતુ એ પહેલા ડ્રાઇવરે જે કર્યુ…તે મજેદાર હતુ- જુઓ વીડિયો

રેલવે ટ્રેક પર ટ્રેન સામે જ દોડી રહી હતી યુવતિ કે અચાનક ડ્રાઇવરે જે કર્યુ એવું કે….જુઓ વીડિયો

મોતથી કોને ડર નથી લાગતો ? નામ સાંભળતા જ લોકોનો આત્મા પણ કંપી ઉઠે છે. જીવ બચાવવા માટે લોકો શું-શું નથી કરતા, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનથી સંપૂર્ણ રીતે કંટાળી જાય છે, તો તે પોતે જ આગળ વધીને મોતને ભેટવા માંગે છે. પછી સામે દેખાતું મોત તેને સૌથી વધુ અનુકૂળ આવે છે. પણ જ્યારે નસીબમાં મોત લખાયેલું જ ના હોય તો પછી કોઈ ઈચ્છે તો પણ કશું થતુ નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મુંબઈમાંથી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈનો છે.

અહીં એક યુવતિ પોતાની આગળની સ્પીડમાં આવતી ટ્રેનની પાછળ પાટા પર દોડી રહી છે. લોકો પાછળથી બૂમો પાડી રહ્યા છે, પરંતુ તે કોઈનું સાંભળતી નથી. બસ પોતાની ધૂનમાં દોડે છે. ટ્રેનનો ડ્રાઈવર પણ તેના મોતને ટાળવા માંગતો હતો. કદાચ હજુ સુધી યમરાજની યાદીમાં યુવતીનું નામ નહોતું એટલે કદાચ તેનું મોત થયું ન હતું. માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે

અને આ વીડિયો પર યુઝર્સ ઘણી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. 14 સેકન્ડની આ વાયરલ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે યુવતી ટ્રેક પર ઝડપથી દોડી રહી છે. સામેથી ટ્રેન આવી રહી છે. ડ્રાઈવર તેને સીટી વગાડીને ચેતવે છે કે જાવ બહેન.. મરશો નહીં. કમસે કમ મારી ટ્રેન દ્વારા તો બિલકુલ નહીં. પરંતુ છોકરીને ખબર નહિ કે એવું કયુ દુ:ખ આવી પડ્યુ કે તે મરવા માટે ટ્રેનની સામે દોડી રહી હતી. આ મામલો ભયકુલા રેલ્વે સ્ટેશન નજીક હોવાથી પ્લેટફોર્મ પર ઉભેલા લોકો પણ પાછળથી જોર જોરથી બૂમો પાડીને યુવતીને દૂર જવાનું કહેતા હતા.

પરંતુ યુવતીએ તેની આંખો અને કાન બંધ કરી દીધા હતા. તે કશું જોવા કે સાંભળવા માંગતી નહોતી. ત્યારે પાછળથી દોડતો એક આરપીએફ જવાન બાળકીની નજીક પહોંચ્યો. અન્ય યુવક પણ યુવતીને બચાવવા તેની ખૂબ નજીક આવ્યો હતો. પછી ડ્રાઈવરે પણ પહેલ કરી અને છોકરીની સામે જ ટ્રેન રોકી. આ પછી છોકરીને પાટા પરથી હટાવી દેવામાં આવી અને ટ્રેન આગળ વધી.

Shah Jina