રોજ શોપિંગ પર 60-70 લાખ ખર્ચ કરે છે આ મહિલા, કહે છે “પતિના પૈસા ઉડાવવાનો છે તેનો શોખ”

OMG ! 70 લાખની શોપિંગ એક જ વારમાં કરી દે છે આ મહિલા, બોલી- પતિના પૈસા ઉડાવવા મારી હોબી

Woman Splashes Husband’s Money on Shopping: સ્ત્રી અને પુરૂષો વિશે હંમેશા એક વાત કહેવામાં આવે છે કે પુરુષો મંગળથી છે અને સ્ત્રીઓ શુક્રથી છે. કહેવાનો અર્થ એ છે કે બંનેની પસંદગી ક્યારેય મળતી નથી. જ્યારે ખરીદીની વાત આવે છે ત્યારે આ બાબત સાબિત થાય છે. એક તરફ શોપિંગ જે મહિલાઓનું મનપસંદ કામ છે, તો બીજી તરફ પુરૂષો માટે તે ડરાવના સપનાથી ઓછું નથી.

દરેક વ્યક્તિને પોતાના સ્વભાવ પ્રમાણે શોખ હોય છે. કેટલાકને મુસાફરી કરવી ગમે છે તો કેટલાક ખાવા-પીવાના શોખીન હોય છે. કેટલાક લોકો આ સિવાય એકલા સમય પસાર કરવાનું પણ પસંદ કરે છે. જો કે આજ સુધી તમે આવા કોઈ વ્યક્તિ વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે, જેને પૈસા ઉડાડવાનો શોખ હોય. આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો ટ્રાવેલ, ફૂડ અને ટ્રીપ પર ભારે ખર્ચ કરે છે,

પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જે શોપિંગ પર રોજના 60-70 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. ડેઈલી સ્ટારના એક અહેવાલ મુજબ, SOUDI નામની એક મહિલા પોતાના પતિના પૈસા ઉડાવવાનો શોખ ધરાવે છે. સૌદી તેના પતિ સાથે દુબઈમાં રહે છે. સૌદીનું આ મામલે કહેવુ છે કે, સામાન્ય રીતે જમાલ (તેનો પતિ)ના મૂડ પર હોય છે, ખરીદી કરતા સમય તે £3,600 થી £72,000 સુધીનો ખર્ચ કરી શકે છે,”

સૌદીએ એમ પણ કહ્યુ કે, તેના પ્રિય ડિઝાઇનર ડાયર અને તેના પતિના હર્મિસ છે. તે ઘણીવાર મોંઘા રિસોર્ટ્સ અને ટાપુઓ પર વૈભવી વેકેશનની તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે. સૌદીએ કહ્યું કે તે દુબઈની એક અમીર હાઉસવાઇફ છે અને ટિકટોક-ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. આ કપલને મેચિંગ કારનો ખૂબ શોખ છે અને જમાલે સૌદીને એક બિર્કિન બેગ અને બે કાર પણ ગિફ્ટ કરી છે.

કવર રિયલ લાઈફ સાથે વાત કરતા, સૌદીએ કહ્યું કે તેને ડિઝાઇનર કપડાં અને બેગ પસંદ છે અને તે દરેક ટ્રિપ પર સરળતાથી 14-15 લાખ રૂપિયા ખર્ચે છે. તાજેતરમાં, તેણે માલદીવની ટ્રિપ પર લગભગ 12.78 લાખ રૂપિયાની શોપિંગ કરી હતી. સૌદીએ કહ્યું, “અમે બંને માલદીવને પ્રેમ કરીએ છીએ, અને અમે દર થોડા મહિને લંડન જઈએ છીએ, અમે હમણાં જ સેશેલ્સથી પાછા ફર્યા છીએ. અમે આગામી પ્રવાસ પર જાપાન જવા માંગીએ છીએ.”

સૌદી અને જમાલ ખરેખર રોમાંચક જીવન જીવે છે. સૌદીએ કહ્યું કે તેને મેનીક્યોર પસંદ છે અને દરેક વખતે તેના પર લગભગ 63,000 ખર્ચ થાય છે. તે કહે છે કે “મને સરપ્રાઈઝ ગમે છે, તેથી જ્યારે જમાલ અમારા માટે £1,080 (અંદાજે રૂ. 96,000)ના ખર્ચે એક રેસ્ટોરન્ટ બુક કરાવે છે અને તે રાત્રે મને પહેરવા માટે કંઈક ભેટ આપે છે ત્યારે મને તે ગમે છે.”

સૌદીનો જન્મ સસેક્સમાં થયો હતો અને તેના પતિ જમાલ સાઉદી અરેબિયાના એક શ્રીમંત વ્યક્તિ છે. જ્યારે તે છ વર્ષની હતી ત્યારે તે દુબઈ ગઈ હતી અને દુબઈની એક યુનિવર્સિટીમાં તેના પતિને મળી હતી. સૌદી ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવે છે. તે તેના રોજિંદા વૈભવી જીવનની ઝલક લોકો સાથે શેર કરતી રહે છે.

તે એક દિવસની ખરીદી પર 3 લાખથી 70 લાખ રૂપિયા આરામથી ખર્ચ કરે છે. કવર રિયલ લાઈફ સાથે વાત કરતા મહિલાએ જણાવ્યું કે તેણે દુનિયાના લગભગ દરેક ખૂણે પ્રવાસ કર્યો છે. ઘણા દેશોમાં તેની ટ્રીપ એટલી લક્ઝરી રહી છે કે તેણે એક જ વારમાં 14-15 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હોય.

Shah Jina