અજબગજબ

વાયરલ વિડીયો: સુપરમાર્કેટમાં મહિલાએ ફોડી 500 દારૂની બોટલો, 95 લાખનું કર્યું નુકશાન

એવું કહેવામાં આવે છે ને કે ગુસ્સો લોકોને પાગલ કરી નાખે છે અને ગુસ્સામાં લોકો પોતાની સાથે-સાથે બીજાનું પણ નુકશાન કરી દે છે. આ વાત એકદમ સાચી છે. બ્રિટનમાં એક મહિલાએ પોતાના ગુસ્સાના કારણે 95 લાખનું નુકસાન કરી દીધું. એક સુપર માર્કેટમાં જોઈને 500થી વધુ બોટલો ફોડી નાખી હતી.

Image Source

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ મામલો અલ્ડીના સુપર માર્કેટનો છે જે ઇંગ્લેન્ડના Stevenageમાં છે. આ મહિલા ચેકઆઉટ લાઈનમાં ખરાબ વર્તાવ કરતી હતી, અને જ્યારે એક દુકાનદારોએ તેને શાંત થવાનું કહ્યું ત્યારે તેને ગુસ્સામાં આવીને ગઈ અને 500 થી વધુ બોટલો તોડી નાખી. આ બોટલોની કિંમત લગભગ 1,30,000 ડૉલર જેટલી છે. ભારતીય રૂપિયા મુજબ આ બોટલોની કિંમત 95 લાખની આસપાસ થાય છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે મહિલા ધડાધડ બોટલો ફોડતી જ જાય છે. લગભગ 5 મિનિટ સુધી બોટલો ફોડવાનું ચાલે છે. આવું કરતા સમયે મહિલાનો હાથ ઈજાગ્રસ્ત થઇ જાય છે. સુપરમાર્કેટમાં હાજર લોકોએ જણાવ્યું કે આજ સુધી કોઈએ આવું નથી જોયું.

મહિલાની ધરપકડ કરી કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે તેણીને ઇજાગ્રસ્ત હાથની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.