ઘરમાં આવતા સાપને જોઈને મહિલાએ માર્યું છુટ્ટુ ચપ્પલ, તો સાપ ચપ્પલ લઈને ભાગી ગયો, વાયરલ થયો વીડિયો, જુઓ

મહિલાનું ચપ્પલ સાપે ચોરી લીધું, વીડિયો જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય, જુઓ જબરદસ્ત વીડિયો

સાપનું નામ સાંભળતા જ આપણા હોશ ઉડી જાય. મોટાભાગના લોકો સાપને જોઈને ડરી જતા હોય છે, ત્યારે જો ઘરની આજુબાજુમાં સાપ આવે તો તેને ભગાડવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે, કોઈ સાપ પકડનારાને બોલાવે છે તો કોઈ લાકડી કે ડંડાથી સાપને ભગાડવા માટેના પ્રયત્નો કરતું હોય છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમે પણ હેરાન રહી જશો કે સાપે આ શું કરી નાખ્યું.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઘરની અંદર એક લાંબો લચક સાપ પ્રવેશવા માટે જતો હોય છે, ત્યારે જ બેકગ્રાઉન્ડમાં કેટલીક મહિલાઓનો અવાજ સંભળાય છે, અને તે સાપને ભગાડવા માટેના પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે જ એક મહિલા પોતાનું ચપ્પલ સાપની તરફ છુટ્ટુ ફેંકે છે.

સાપ પર ચપ્પલ આવતા જ તે ત્યાં જ અટકી જાય છે, પરંતુ થોડીવારમાં જ જે ચપ્પલ સાપ તરફ આવ્યું હતું તે ચપ્પલને લઈને તે ભાગવા લાગે છે, મહિલાઓ પણ બૂમો પાડતી રહે છે પણ સાપ તો ચપ્પલ લઈને બાજુના ઘાસ જેવા વિસ્તાર તરફ સડસડાટ ઘસડાઈને ચાલ્યો જાય છે અને ત્યારે બધા જ જોતા રહી જાય છે.

આ ઘટનાને કોઈને કેમેરામાં કેદ કરી લીધી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકો વાયરલ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે. સાપ જે રીતે મોઢામાં ચપ્પલ લઈને ભાગે છે તે ખરેખર જોવા લાયક છે.

Niraj Patel