રાજકોટમાં નામચીન મહિલાનો આતંક : એક્ટિવ પાછળ કાર ભટકાવવા જેવી નજીવી બાબતે ઇન્કમટેક્સ અધિકારીને ઝીંકી દીધા લાફા, વીડિયો વાયરલ

રાજકોટમાં માથાભારે યુવતીએ ઈન્કમટેક્ષ અધિકારીને મહિલાએ સરાજાહેર તમાચા ઝીંકી દીધા, ખરાબ ખરાબ ગાળો આપી, જુઓ વીડિયો

Woman slaps old man in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં પણ રાજકોટ તો દાદાગીરીનું હબ બની ગયું છે. જ્યાં નજીવી બાબતે પણ બોલચાલ થતા જ લોકો એકબીજાને મારવા પર ઉતરી આવતા હોય છે. તેનું એક તાજું જ ઉદાહરણ હાલ જોવા મળ્યું. જેમાં એક મહિલાએ ઇન્કમટેક્સ અધિકારીને લાફા ઝીંકી દીધા. એટલું જ નહિ તેને બેફામ ગાળો પણ બોલી હતી અને પોલીસથી પણ ના ડરતી હોવાનું જણાવ્યું. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

સિનિયર સીટીઝનને માર્યા લાફા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની માથાભારે બિલ્કીસ મોટાણીએ ફરી એકવાર આતંક મચાવવનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક સિનિયર સીટીઝન ઇન્કમટેક્સ અધિકારીને બફામ ગાળો બોલી રહી છે અને લાફા પણ ઝીંકી રહી હ્ચે. ત્યારે આ વાયરલ વીડિયોને ધ્યાને રાખીને ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતની ફરિયાદ 56 વર્ષીય ગોપાલસિંહ બાપુભા ઝાલાએ નોંધાવી છે.

એક્ટિવાને પાછળથી કારે મારી ટક્કર :

પોતાની ફરિયાદમાં તેમને જણાવ્યું કે તેઓ ઇન્કમટેક્સ ઓફિસમાં સુપ્રોટેન્ડેટ તરીકે ફરજ બજાવે છે. ગતરોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ તેઓ પોતાની એક્ટિવ ચલાવીને ઘરેથી ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ રોડ પર ફાટક પાસે પહોંચતા જ ફાટક બંધ થઇ ગઈ અને તેઓ ઉભા રહી ગયા હતા. જેના બાદ પાછળથી આવી રહેલી સફેદ રંગની GJ03MH6653 કારે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેથી તેમને કાર ચાલાક યુવકને ધ્યાન રાખીને ચલાવવા માટે કહ્યું અને પછી તે નીચે ઉતરીને બેફામ ગાળો બોલવા લાગ્યો.

બેફામ ગાળોનો પણ કર્યો વરસાદ :

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે યુવકને ગાળો બોલવાની ના પાડતા કારમાં પાછળ બેઠેલી નામચીન બિલ્કીસ નીચે ઉતરી અને તેમની સાથે ગાળાગાળી કરવા લાગી હતી અને પછી બે ત્રણ ફડાકા પણ ઝીંકી દીધા હતા. જેના બાદ તેમને 100 નંબર પર ફોન કરવાનું કહ્યું તો બિલ્કીસે :પોલીસ મારુ કઈ નહિ બગાડી શકે !” એવી ધમકી પણ આપી હતી. અને પોલીસને પણ બેફામ ગાળો બોલી હું તમને જોઈ લઈશ” એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને કાર લઈને ત્યાંથી નીકળી ગઈ હતી.

વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી :

ત્યારે આ ઘટનાનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના બાદ સિનિયર સીટીઝન ઇન્કમ ટેક્સ અધિકારીએ વીડિયોમાં દેખાતી મહિલા અને યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ આ મામલે ફરિયાદ નોંધીને બજરંગવાડીમાં રહેતી બિલ્કીસ યાકુબ મોટાણી અને તેના દીકરા વિરુદ્ધ ગુન્હો નોંધીને સંકજામાં લેવા તજવીજ હાથ ધરી છે. બિલ્કીસ નામચીન બુટલેગર યાકુબની પત્ની અને છે અને તે આ ઉપરાંત પણ ઘણા ગુન્હામાં સંડોવાયેલી છે.

Niraj Patel