અમેરિકાના મિયામીથી લોસ એન્જલ્સ જતી ફ્લાઈટમાં હંગામો મચી ગયો હતો. જોતજોતામાં આ હંગામો ઝઘડામાં પરિવર્તન પામી ગયો હતો. એક મહિલાએ તેના પતિના માથા પર લેપટોપ તોડી દીધું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચુક્યા છે. આ ઘટના 21 જુલાઈની છે.

ફલાઇટ મિયામીથી લોસ એંજલ્સ જઈ રહી હતી. જયારે ઘટના બની ત્યારે ફ્લાઇટ ટેક ઓફ કરવાની તૈયારીમાં હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા એક શખ્સ પર જોર-જોરથી રાડો પડી રહી હતી, અને મારવાની ધમકી આપી રહી હતી. આ શખ્સ તેનો પતિ હોવાનું જાણવા મળ્યું છે. તે યુવક બીજી યુવતીઓ સામે જોઈ રહ્યો હતો.

પોલીસે આ મહિલાનું નામ ટીફની મૈકમોર બતાવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, ફલાઇટ એટેડન્ટ આ મામલે શાંત રહેવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ મહિલા પર તેની કોઈ અસર જોવા મળતી નથી, જોર-જોરથી રાડો પડી રહી હતી. આ બાદ તેનો પતિ બહાર નીકળવા જાય છે. ત્યારે મહિલા તેની પાછળ જઈને લેપટોપ માથામાં મારે છે. જ્યારબાદ લોકો તેને જણાવે છે કે તેની પર મારીપીટની ફરિયાદ થઇ શકે છે. પરંતુ તેની મહિલા પર કોઈ અસર નથી થતી. ત્યારબાદ તે મહિલા ‘ ઠીક છે કોઈ વાત નહિ’ કહીને બેસી ગઈ હતી.

આ વિડીયો સોમવારે એટલે કે 22 જુલાઈના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ વિવાદ પહેલા મહિલા દારૂ પીતી નજરે આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks