રશિયાના બોમ્બમારા વચ્ચે પોતાના ઘરની બારીઓના તૂટેલા કાચ સાફ કરતા કરતા મહિલાએ કર્યું એવું કામ કે વાયરલ થયો વીડિયો, જુઓ

હાલમાં યુક્રેનની હાલત ખુબ જ ખરાબ છે, રશિયાએ યુક્રેનને તહેસ નહેસ કરી નાખ્યું છે. ઠેર ઠેર ગોળીઓનો વરસાદ, મિસાઈલ અને બોમ્બમારો થઇ રહ્યો છે, આ બધા વચ્ચે જ સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં યુક્રેનની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી જાય તેમ છે. ઘણા વીડિયોની અંદર યુક્રેનના લોકો પણ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.

હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુક્રેનિયન મહિલા તેના ક્ષતિગ્રસ્ત ઘરનો કાટમાળ સાફ કરતી વખતે દેશનું રાષ્ટ્રગીત ગાતી જોઈ શકાય છે. રશિયા અને યુક્રેન સામે સંઘર્ષ ચાલુ છે, અને હજારો લોકોએ તેમના ઘર છોડીને અન્યત્ર આશ્રય મેળવ્યો છે. જો કે, કેટલાક લોકો હજુ પણ આ સંઘર્ષમાં ફસાયેલા છે અને તેઓ બંકરો, મેટ્રો સ્ટેશનો અને અન્ય ઘણા સુરક્ષિત સ્થળોએ આશ્રય લઈ રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ ટૂંકા વીડિયોમાં ઓક્સાના ગુલેન્કો નામની એક મહિલાને રાષ્ટ્રગીત ગાતી જોઈ શકાય છે જ્યારે તેના બોમ્બમારા બાદ તે તાના ઘરમાંથી કાચના ટુકડા સાફ કરી રહી છે. મિસાઈલ હુમલામાં દેશની રાજધાની કિવમાં તેમના રહેણાંક મકાનને નુકસાન થયું હતું. ઓક્સાનાને ‘લોંગ લિવ યુક્રેન’ કહેતા અને આંસુ વહાવતા જોઈ શકાય છે. તેની હિંમતની પ્રશંસા કરવી જોઈએ.

ત્યાં ફસાયેલા ભારતીયો સહિત યુક્રેનના નાગરિકો તેમની આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આવો જ એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુક્રેનિયન મહિલા પોતાના ક્ષતિગ્રસ્ત ઘરનો કાટમાળ સાફ કરતી વખતે રડતી અને રાષ્ટ્રગીત ગાતી જોઈ શકાય છે. વાયરલ થયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “કિવમાં એક મહિલા તેના બોમ્બગ્રસ્ત એપાર્ટમેન્ટમાં તૂટેલા કાચના ટુકડા સાફ કરે છે અને યુક્રેનનું રાષ્ટ્રગીત ગાય છે.”

Niraj Patel