ઘણા લોકો વિરોધ કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવતા હોય છે, ત્યારે સુરતની અંદર એક મહિલાએ જે રસ્તો અપનાવ્યો તે જાણીને કોઈપણ વિચારમાં પડી જાય. આ મહિલાએ કલેકટર કચેરીની સામે જ રોડની વચ્ચે બેસીન અને હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજની એક પરણિત મહિલાએ કલેકટર કચેરી સામે રોડ ઉપર જ પોતાના સાસરિયા વિરુદ્ધ બે ફામ આક્ષેપો કરતા મરી જવાની ધમકી સાથે રસ્તાની વચ્ચે જ બેસી અને રાડા રાડ કરી મૂકી હતી. ત્યાંથી પસાર થઇ રહેલા લોકો પણ આ મહિલા દ્વારા કરવામાં આવતો તમાશો જુએ છે અને ટ્રાફિક પોલીસને જાણ પણ કરે છે. ટ્રાફિક પોલીસ દ્વારા તેમને શાંતિથી કામ લેવાનું સમજવામાં આવે છે.
આ મહિલા રોડ ઉપર જ બૂમો પડતા પોતાના પતિ વિરુદ્ધ આક્ષેપો મુકતા જણાવી રહી હતી કે તેના પતિએ તેની સાથે વિતાવેલી અંગત પળોનો વીડિયો બનાવ્યો છે અને લોકડાઉન બાદ તે છોડીને ચાલી ગયો છે. હાલમાં તે રઝળવા ઉપર મજબુર થઇ ગઈ છે.
તો આ મહિલાએ પોતાના સાસરિયા વિરુદ્ધ પણ ઘણા જ આક્ષેપો કર્યા હતા. તે એમ પણ જણાવી રહી હતી કે તેને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે, તેની પાસે બધા જ કાગળિયા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી.
ઉમરા પોલીસ સ્ટેશનમાં જઈને પણ મહિલાએ પોતાની રાડા રાડ ચાલુ જ રાખી હતી, પોલીસ કર્મીઓએ એમ પણ જણાવ્યું છે કે એ મહિલા માનસિક રીતે બીમાર નથી. તે મહિલાની વાત સાંભળીને તેને કામરેજ ખાતે મોકલવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.