આ જગ્યાએ છેલ્લા 30 વર્ષથી મળે છે 2.5 રૂપિયામાં ઈડલી અને 6 રૂપિયામાં ઢોસો, જુઓ વિડીયો

આ આંટીને ત્યાં તમે કરી શકશો 5 કે 10 રૂપિયામાં ભરપેટ ભોજન

વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે. પેટ્રોલ ડીઝલથી લઈને ગેસના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર લોકોના રસોડા પર પડી રહી છે. ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થઈ છે. તેની સામે લોકોની આવકમાં કઈ ખાસ વધારો થયો નથી.

હવે આવી સ્થિતિમાં જો તમને કોઈ કહે કે તમે 5 કે 10 રૂપિયામાં પેટ ભરીને ખાઈ શકો છો તો તમને તે વાત માનવામાં નહીં આવે. તમે કહેશો કે આજના આ મોંઘવારીના જમાનામાં 5 કે 10 રૂપિયાનું શું આવે. પાણીના પાઉચ સિવાય કશું ન આવે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમે ટેસ્ટી ભોજન લઈ શકો છો અને એ પણ 5 કે 10 રૂપિયામાં.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ 63 વર્ષીય મંગમ્માની. જે છેલ્લા 30 વર્ષથી લોકોને ભરપેટ જમાડે છે અને એ પણ આટલા સસ્તા દરે.મંગમ્મા બેગ્લલુરુના વીવી પુરામાં રહે છે. તે ઈડલી અને ઢોસા બનાવીને લોકોને ખવડાવે છે. ઈડલીની કિંમત 2.5 રૂપિયા અને ઢોસાની કિંમત 6 રૂપિયા છે. તેમની પાસે રોજ સેંકડો ગ્રાહક આવે છે.

આ અંગે તેમણે કહ્યું કે, હુ મારા બાળકોને સપોર્ટ કરવા માટે આ કામ કરુ છું. તેમણે કહ્યું કે દરેક વર્ગના લોકોએ બિઝનેસની સાથે સાથે વ્યાજબી ભાવે લોકોને ખવડાવવું જોઈએ. તો બીજી તરફ મંગમ્માને ત્યાં નાસ્તો કરવા આવતા લોકો કહે છે કે આટલા વર્ષોથી અમે અહીં ખાઈએ છીએ પરંતુ તેમના ટેસ્ટ અને ક્વોલિટીમાં ક્યારેય ફેરફાર થયો નથી.

 

View this post on Instagram

 

A post shared by The Better India (@thebetterindia)

તેઓ હંમેશા સારી ક્વાલિટીનું ભોજન કરાવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર મંગમ્માના ખુબ વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે વિચારી રહ્યા છે કે આટલી મોંઘવારીમાં તેમને કેમ પોસાતું હશે. કારણ કે આટલી મોંઘવારીમાં આટલુ સસ્તુ ભોજન કરાવવું એ કોઈ નાની સુની વાત નથી.

YC