ઢાળ ઉપર લારી ચઢાવવા જતી હતી મહિલા, પરંતુ ચઢી નહિ, પસાર થતા લોકો જોતા રહ્યા પણ સ્કૂલના બાળકોએ જે કર્યું તે દિલ જીતી લેનારું હતું, જુઓ વીડિયો

એવું કહેવાય છે કે નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે, અને ઘણીવાર બાળકો એવા એવા કામ કરે છે જેને જોઈને આપણું પણ દિલ જીતી લે છે. નાના બાળકો કોઈની પણ નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે, ત્યારે આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે. હાલ એવો જ એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે, જેમાં સ્કૂલના બાળકો એવું કામ કરે છે જેને જોઈને તમે પણ ખુશ થઇ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાની લારીને ઢાળ પર ધકેલવા માટે સંઘર્ષ કરતી જોઈ શકાય છે. મહિલાના હાથમાં એક નાનું બાળક પણ જોઈ શકાય છે, અને ગરમીના કારણે મહિલા પોતાના ચહેરા પર પરસેવો લૂંછતી પણ જોવા મળી રહી છે. તે બાળકને લારીમાં મૂકી અને પછી તેને ઢાળ ઉપર ચઢાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ઘણા લોકો તેની પાસેથી પસાર થયા, પરંતુ કોઈએ તેને ઢાળ ચઢાવવા મદદ કરી નહિ.

આપણે જે સમાજમાં રહીએ છીએ તે જોતાં આ આશ્ચર્યજનક નથી. બહુ ઓછા લોકોમાં મદદ કરવાની ભાવના હોય છે. જ્યારે મહિલા ખરાબ રીતે ફસાઈ જાય છે, ત્યારે શાળાના બે નાના બાળકો જવાબદારી પોતાના માથે લે છે અને મહિલાને મદદનો હાથ લંબાવે છે. ચઢાણ પર, સ્ત્રી સાથે લારીને દબાણ કરી અને ચઢાવે છે જેમાં બધા સફળ થયા. વીડિયોના અંતમાં મહિલા છોકરા અને છોકરીને કેળા આપીને પ્ર્રોતસહિત કરતી જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by ™ (@nawaab._.quotes)

વીડિયો @MahantYogiG નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે કોઈને ખબર નથી. આ વીડિયોની સત્યતાની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું. કેપ્શનમાં લખ્યું છે, “તમારી ડિગ્રી માત્ર કાગળનો ટુકડો છે, જો તે તમારા વર્તનમાં દેખાતી નથી”  આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો તેના પર પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel