આ ટીવી સ્ટારે તો ભારે કરી, શરીરમાંથી નીકળતા ગેસને વેચીને કમાય છે લાખો રૂપિયા, વિડીયોમાં જણાવ્યું કેવી રીતે વેચવી દુર્ગંધ, જુઓ

બોલો, શરીરમાંથી નીકળતા ગેસના પણ પૈસા: આ ટીવી સ્ટારને મળે છે ફાર્ટના આટલા લાખ રૂપિયા, એક જ અઠવાડિયામાં દુર્ગંધ વેચીને કમાઈ અધધધ લાખ રૂપિયા

ઘણા લોકોને આપણે કહેતા સાંભળ્યા છે કે આપણું શરીર જ કરોડો રૂપિયાની કિંમતનું છે. આપણે ઘણા પ્રાણીઓના વિશિષ્ટ અંગો અને તેના ઉપયોગ વિશે પણ જાણ્યું હશે, જે બજારમાં લાખો રૂપિયાની કિંમતમાં વેચાતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આપણા શરીરમાંથી નીકળતી દુર્ગંધ એટલે કે પાદવાથી પણ પૈસા કમાવી શકાય છે ?

જાણીને થોડું અજીબ લાગશે પરંતુ આ હકીકત છે. મોટાભાગે આપણે જોયું છે કે આપણી બાજુમાં રહેલું કોઈ વ્યક્તિ જો પાદે તો પણ આપણે નાક દબાવી દેતા હોઈએ છીએ, અરે ઘણીવાર તો આપણા શરીરમાંથી ગેસ નીકળવાનો થાય ત્યારે પણ આપણને શરમનો અનુભવ થાય છે. પરંતુ એક એવી મહિલા છે જે પોતાના શરીરમાંથી નીકળતી આ દુર્ગંધને વેચીને લાખો રૂપિયા કમાય છે.

આ મહિલા છે અમેરિકી રિયાલિટી ટીવી સ્ટાર સ્ટેફની મૈટો. જે હાલમાં પોતાની દુર્ગંધ વેચવાને લઈને ચર્ચામાં છે. તે ઓનલાઇન પોતાની દુર્ગંધ વેચે છેઅને તેના દ્વારા લાખો રૂપિયાની કમાણી કરે છે. આ બાબતની જાણકરી તેને જ એક વીડિયો દ્વારા શેર કરીને આપી હતી, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોટ કરીને તેને શરીરની દુર્ગંધ વેચવાની આખી પ્રોસેસ સકંજાવી છે. સ્ટેફનીએ જણાવ્યું છે કે તેને પોતાના પાદને એક ડબ્બીમાં કેદ કરી લીધી અને તેમાં ગુલાબની કેટલીક પાંખડીઓ ભેળવીને એક પર્સનલ નોટ સાથે વેચ્યું અને ફક્ત એક અઠવાડિયામાં લગભગ 38,000 પાઉન્ડ એટલે કે 38 લાખ રૂપિયાની કમાણી કરી લીધી.

 

View this post on Instagram

 

A post shared by Stephanie Matto (@stepankamatto)

ટીવી સ્ટાર સ્ટેફની મૈટો કહે છે કે તે પોતાના ખાવા પીવા ઉપર ખુબ જ ધ્યાન આપે છે, જેના કારણે સારો ગેસ બને. બીન્સ, પ્રોટીન, ઈંડા, દહીં વગેરેનું સેવન કરે છે. જયારે તેમાંથી ગેસ બને છે ત્યારે તે તેને એક કાંચના જારમાં ભરી લે છે. આ જારમાં પહેલાથી જ ફૂલોના પાંદડા રહેલા હોય છે. જેના કારણે ગેસની દુર્ગંધ ફૂલોની સુગંધમાં બદલાઈ જાય છે. જેના બાદ તે લોકોને વેચી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Stephanie Matto (@stepankamatto)

સ્ટેફનીના ઇન્સ્ટાગ્રામ ઉપર 2 લાખ 70 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે. તે ઓનલાઇન દુર્ગંધ વિશે યુઝર્સને અહીંયા જ જણાવે છે અને લોકો તેની ડિમાન્ડ પણ કરે છે. સ્ટેફનીના જણાવ્યા પ્રમાણે ઘણા યુઝર્સ તેના પહેરેલા અંદર ગારમેન્ટ, વાળ, નાહવાનું પાણી જેવી વસ્તુઓની પણ ડિમાન્ડ કરે છે. તેને અત્યાર સુધી પાદના 97 ઓર્ડર મળ્યા છે અને તે માંગણીને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

Niraj Patel