ઘરની બહાર ઉભો હતો વ્યક્તિ ત્યારે જ બાઈક પર આવ્યા ગુંડા, ધડધડ ચલાવવા લાગ્યા ગોળીઓ અને પછી બાજુના ઘરમાંથી આવેલી મહિલાએ કર્યું એવું કે… જુઓ વીડિયો

આને કહેવાય સાચી લેડી ડોન.. જેને ફક્ત સાવરણીથી પાડોશીને મારવા આવેલા બંદૂકધારી ગુંડાઓને ઉભી પુછડીએ ભગાડ્યા, વીડિયો જોઈને તમે પણ મહિલાના સાહસને કરશો સલામ.. જુઓ

woman saved the neighbor’s life : ગુજરાત સમેત દેશભરમાં ચોરી અને લૂંટ ફાટની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણા અપરાધીઓ તો એવા બેફામ બની ગયા છે કે કોઈને રસ્તા વચ્ચે લૂંટતા કે તેની ધોળા દિવસે હત્યા કરતા જરા પણ ગભરાતા નથી હોતા, આવી ઘણી ઘટનાઓ કેમેરામાં કેદ પણ થઇ જાય છે અને તેના વીડિયો જોઈને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જાય. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા ગુંડાઓને ભગાડે છે.

સાવરણીથી ભગાડ્યા ગુંડા :

આ ઘટના સામે આવી છે હરિયાણામાંથી. જ્યાં ભિવાની જિલ્લામાં એક મહિલાએ સાહસિક કામ  કરીને સંભવિત હત્યા અટકાવી. ચાર બદમાશો એક વ્યક્તિને તેના ઘરની બહાર ગોળી મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એક હરિયાણવી મહિલાએ દરમિયાનગીરી કરીને તેનો જીવ બચાવ્યો હતો. આટલું જ નહીં, ઉન્ડાઓ ઉભી પુછડીએ ભાગ્ય હતા. વીડિયોમાં મહિલાને ઊંધી નાળિયેરની સાવરણી લહેરાવતી જોઈ શકાય છે. બદમાશોએ તેને જોઈ કે તરત જ તેઓ ડરી ગયા અને ભાગી ગયા.

હત્યા કરવાના ઇરાદે આવ્યા હતા :

તમને જણાવી દઈએ કે આ મહિલા જેના પર હુમલો કરવામાં આવ્યો હતો તે વક્તિ હરિકિશનની પાડોશી છે, જેને બદમાશોએ ગોળી મારવાની કોશિશ કરી હતી. મહિલાની હિંમતની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ છે અને હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. કોઈ પણ ખચકાટ વિના મહિલા સાવરણી લઈને ગુંડાઓની પાછળ દોડે છે અને તેને એ પણ ડર નહોતો કે ગોળી તેને પણ વાગી શકે છે. આ ઘટના ભિવાની જિલ્લાના ડાબર કોલોનીમાં ગઈ કાલે સવારે લગભગ સાડા સાત વાગ્યે બની હતી.

ગોળીઓ ચાલતી હોવા છતાં ના ડરી બહાદુર મહિલા :

સીસીટીવી ફૂટેજમાં હરિકિશન નામનો એક વ્યક્તિ તેના ઘરના ગેટ પાસે ઊભો જોઈ શકાય છે. અચાનક બે બાઇક આવીને ઉભી રહે છે અને પાછળ બેઠેલા લોકોએ હરિકિશન પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. હરિકિશન છટકી જવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગેટની બહાર ઘૂંટણિયે પડી જાય છે. આ ઘટના દરમિયાન, એક મહિલા આવે છે અને એક ગુંડાની સામે એક મોટી લાકડી લહેરાવે છે. મહિલાને જોઈને બદમાશો ડરી જાય છે અને ભાગી જાય છે.

લોકોએ મહિલાના સાહસની કરી પ્રસંશા :

આ ઘટના હરિયાણામાં મહિલા સશક્તિકરણની પ્રેરણાદાયી કહાની છે. મહિલાની હિંમતથી સંભવિત હત્યા અટકાવવામાં આવી અને એક વ્યક્તિનો જીવ બચાવ્યો. ઈન્ટરનેટ પર સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં જ ઓનલાઈન દર્શકોએ મહિલાની બહાદુરીની પ્રશંસા કરી હતી. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, “કેટલી બહાદુર મહિલા, તમને સલામ.” અન્ય એક યુઝરે લખ્યું, “ડોન લેડી. બ્રૂમસ્ટિક vs ગન.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel