દિલધડક સ્ટોરી નારી વિશે

હૈદરાબાદની ઘટના બાદ ગુસ્સે થયેલી આ મહિલાનો વિડિઓ થયો વાયરલ, કહ્યું 7 વાગ્યા પછી મર્દોએ…તમે પણ જુઓ

હૈદરાબાદમાં બનેલી ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. ગામે ગામ અને દરેક શહેરમાં તેનો વિરોધ થતો જોવા મળે છે. લોકો આ ઘટના સામે કેન્ડલ માર્ચ અને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે ત્યારે અલગ અલગ જગ્યાએથી સમાચારમાં સામે આવતા ગુસ્સાને આપણે જોઈ શકીએ છીએ.

Image Source

કોલેજના વિદ્યાર્થીઓ, વકીલો અને મોટા પ્રમાણમાં મહિલાઓ પણ રસ્તા ઉપર આવીને આ ઘટનાના વિરોધમાં જોડાઈ રહ્યા છે. હૈદરાબાદની વેટરનરી ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે સામુહિક બળાત્કાર કરી તેને સળગાવી દેવાની ઘટનામાં પકડાયેલા ચારેય આરોપીઓને ફાંસીની સજા આપવા માટે આ વિરોધ થઇ રહ્યો છે.

Image Source

ત્યારે આ વિરોધમાં જોડાયેલી એક મહિલાનો વિડિઓ સામે આવી રહ્યો છે જેને સોશિયલ મોડિયામાં ઘણા લોકો જોઈ રહ્યા છે અને તેના આ વિડિઓ દ્વારા કહેલી વાતનું સમર્થન પણ કરી રહ્યા છે.

આ મહિલા વિડીઓમાં કહી રહી છે કે “દરેક પુરુષ પોતાના ઘરમાંથી સાંજે 7 વાગ્યા પછી બહાર ના નીકળે.” આમ કહેવા પાછળનું કારણ જણાવતા પણ એ મહિલાએ કહ્યું કે: “તેના કારણે સ્ત્રીઓ સુરક્ષિત રહેશે, મારી સુરક્ષા કોઈ પોલીસકર્મી, મારા ભાઈઓ કે કોઈ બીજા મર્દો નથી કરી શકતા, કારણ કે તમે જ આ સમસ્યાનું કારણ છો. માટે તમે 7 વાગ્યા પછી ઘરની અંદર જ રહો.”

નતાશા નામની આ મહિલાએ આ વિડિઓને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વિડિઓને ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે. હજારો લોકોએ તે વિડિઓને લાઈક કર્યો છે તેમજ રીટ્વીટ કરી અને નતાશાનું સમર્થન પણ કરી રહ્યા છે.

Image Source

આ દયનિય ઘટનાના વિરોધમાં લોકો દિલ્હીના જંતર મંતર ઉપર પણ એકત્રિત થયા. કાળી પટ્ટી પહેરીને લોકો રસ્તા ઉપર પણ ઉતર્યા, કેટલાક લોકોના હાથ ઉપર પોસ્ટર હતા જેમાં લખ્યું હતું, “અમારે ન્યાય જોઈએ છીએ.” અને “બળાત્કારીઓને ફાંસીએ ચઢાવો”

Image Source

દિલ્હી વિશ્વવિદ્યાલયના હંસરાજ કોલેજની વિદ્યાર્થી અદિતિ પુરોહિત સૂત્રોચ્ચાર કરતા રડી પડી હતી. તેને કહ્યું : “હું અહીંયા એટલા માટે છું કારણ કે એક મહિલા જે પોતાના ઘરથી દૂર દિલ્હીમાં રહે છે એ માટે આ મુદ્દો મને અને મારા પરિવારને પ્રભાવિત કરે છે.”

Image Source

દેશભરમાં આ ઘટનાનો મોટો વિરોધ ચાલી રહયો છે ત્યારે આગામી સમયમાં હવે આવી ઘટનાઓ સામે પહોંચી વળવા માટે શું પગલાં લેવામાં આવે છે એ તો આવનાર સમય જ બતાવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.