ઘાઘરો પહેરીને આ ભાભીએ ચલાવ્યું શાનદાર અંદાજમાં બુલેટ, બાજુમાંથી પસાર થતા કોઈએ વીડિયો બનાવ્યો અને થઇ ગયો વાયરલ, જુઓ

કપાળ પર ટીકો અને માથે ઓઢીને, ઘાઘરો પહેરી આ મહિલા રોડ પર સડસડાટ ચલાવી રહી હતી બુલેટ, વીડિયોએ જીત્યા લોકોના દિલ

બુલેટ ચલાવવાનો શોખ કોને ના હોય, આપ્નાદેશના મોટાભાગના વિસ્તારોમાં લોકો બુલેટ ચાલવતા જોયા હશે અને બુલેટ લઈને નીકળતા લોકોની પર્સનાલિટી જ અલગ હોય છે, ત્યારે ઘણી યુવતીઓ પણ બુલેટનો શોખ રાખે છે અને ચલાવે પણ છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ હેરાન રહી જશો. કારણ કે આ બુલેટને કોઈ યુવક કે યુવતી નહિ પરંતુ એક ભાભી ઘાઘરો પહેરીને ચલાવતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં ઘાઘરો પહેરીને એક મહિલા દેશી સ્ટાઇલમાં બુલેટ ચલાવી રહી હોવાનું જોવા મળે છે. આ મહિલાએ કપાળ પર ટિક્કા અને માથા પર પણ ઓઢેલું છે. સાથે તેના ચહેરા પર જીવંત સ્મિત દેખાય છે. પાછળ બેઠેલી મહિલા પણ આ રીતે દેખાઈ રહી છે. તેનો પહેરવેશ પણ એવો જ છે અને તે ખૂબ જ ખુશ પણ છે.

આ વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે મહિલા આ બુલેટ જે રીતે ચલાવી રહી છે તે જોવા જેવી છે. તેનો આત્મવિશ્વાસ જબરદસ્ત લાગે છે. જ્યારે આ સ્ટાઈલમાં બુલેટ લઈને દોડતી જોવા મળી તો જોર્નર પણ દંગ રહી ગયા. આ વીડિયોને બાજુમાંથી પસાર થઇ રહેલા કોઈ વ્યક્તિએ તેના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by sonaomi gurjar (@sona_omi)

વીડિયો જોઈને લાગે છે કે આ વીડિયો તે જ સમયે બનાવવામાં આવ્યો છે જ્યારે આ મહિલા બુલેટ ચલાવી રહી હતી અને વીડિયો બનાવનાર વ્યક્તિ પણ બાઇક ચલાવી રહ્યો હશે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે અને લોકો તેને જોરદાર શેર કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel