સામાન્ય રીતે દુલ્હન લગ્નમાં પાલખી, ડોલી અથવા કારમાં બેઠેલી જોવા મળે છે. પરંતુ શું તમે દુલ્હનને ક્યારેય બાઈક ચલાવતા જોઈ છે? તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હન બ્રાઈડલ મેકઅપ અને આઉટફિટમાં રોડ પર સ્પોર્ટ્સ બાઈક ચલાવતી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે તેની સાથે બાઇક પર કોઇ દેખાતું નથી. તે એકલી બાઇક પર સવાર છે.
વીડિયોમાં તમે જોશો કે દુલ્હન પુરપાટ ઝડપે સ્પોર્ટ્સ બાઇક ચલાવી રહી છે. દુલ્હન મરૂન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લોકો રસ્તા પર તેની તસવીરો લેતા અને વીડિયો બનાવતા જોવા મળે છે. દરેક પસાર થનારની નજર તેના પર અટકી જાય છે. તો બેકગ્રાઉન્ડમાં ‘ફિર ભી ના મિલા સજના’ ગીત વાગી રહ્યું છે. વાસ્તવમાં, આ છોકરી દુલ્હનનાં ગેટઅપમાં રીલ બનાવવા નીકળી પડે છે. અને રસ્તા પરના લોકો પણ એવું વિચારે છે કે વાસ્તવિક દુલ્હન બાઇક ચલાવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @itztuba44 પર શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 83 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અને કેપ્શન લખ્યું કે – ‘હજુ પણ સજના મળ્યા નથી’. આ પોસ્ટ જોયા બાદ ઘણા યુઝર્સે તેના પર પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યૂઝરે લખ્યું કે- જોરદાર વીડિયો પરંતુ હેલ્મેટ પહેરો. અન્ય એક યુઝરે લખ્યું કે- બસ કર પગલી અકસ્માત થઈ જશે. ત્રીજા યુઝરે લખ્યું કે – છપરી દુલ્હન છે.
View this post on Instagram