રોજ પાણી આપી પોતાના છોડની દેખરેખ રાખતી હતી આ મહિલા, બે વર્ષ બાદ સામે આવી એવી હકિકત કે…

રોજ પાણી આપી પોતાના છોડની દેખરેખ રાખતી હતી આ મહિલા, બે વર્ષ બાદ સામે આવી એવી હકિકત કે…

ક્લાઈમેટ ચેન્જની વધતી જતી અસરોને ધ્યાનમાં રાખીને લોકો આ દિવસોમાં ‘ગો ગ્રીન’ કોન્સેપ્ટ અપનાવી રહ્યા છે. વૃક્ષો બચાવવાથી લઈને ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ સુધી અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકો ઘરની અંદર અને બહાર વધુને વધુ વૃક્ષો વાવે છે જેથી ઓક્સિજનનું સ્તર વધારી શકાય. એવા ઘણા લોકો છે જેઓ બાળકની જેમ છોડની સંભાળ રાખે છે. આવું જ કંઈક કેલી વિલ્કસ નામની મહિલા સાથે થયું. તેની પાસે એક સુંદર છોડ હતો, જેની તે છેલ્લા બે વર્ષથી સંભાળ લઈ રહી હતી. પ્લાન્ટ ખૂબ જ સારી સ્થિતિમાં હતો, પરંતુ પછી એક દિવસ તે છોડની હકિકત જાણી તેનું દિલ તૂટી ગયુ.

આ સમગ્ર ઘટનાને ફેસબુક પર શેર કરતાં મહિલાએ લખ્યું, “મારી પાસે આ સુંદર છોડ છેલ્લા બે વર્ષથી હતો. મને આ છોડ પર ખૂબ ગર્વ હતો. તે ખૂબ જ લીલો, સુંદર અને દરેક રીતે પરફેક્ટ હતો. મેં તેને રસોડાની બારી પર રાખ્યો હતો. હું તેને રાજ પાણી આપતી હતી, પરંતુ જો કોઈ અન્ય તેને પાણી આપે તો હું ગુસ્સે થઈ જતી કારણ કે હું તેની સારી કાળજી લેવા માંગતી હતી. મને મારા છોડ સાથે પ્રેમ હતો.

તેણે આગળ જણાવ્યુ કે, પછી મેં તે છોડને બીજા કૂંડામાં રોપવાનું નક્કી કર્યું. આ માટે એક ખૂબ જ સારુ કુંડૂ પણ મળ્યુ.મારે તે છોડને જૂના કૂંડામાંથી કાઢીને નવામાં રોપવો પડ્યો હતો, પણ પછી મને ખબર પડી કે તે નકલી છે. મેં તેને સુંદર દેખાડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ તે પ્લાસ્ટિકનો નીકળ્યો. જ્યારે મેં તેને કૂંડામાંથી બહાર કાઢ્યું, ત્યારે તે થર્મોકોલ સાથે જોડાયેલું હતું અને તેના પર રેતી ચોંટાડી દેવામાં આવી હતી.

મહિલાની આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, તમે એકલા નથી. ઘણા લોકો સાથે આવું થાય છે. અન્ય એક યુઝરે લખ્યું, ઓફિસમાં ઘણા લોકો મને પૂછે છે કે હું મારા ડેસ્કના છોડને કેવી રીતે જીવંત રાખું છું. જો કે હકીકતમાં મેં પ્લાસ્ટિકના છોડ રાખ્યા છે. તમને જણાવી દઈએ કે કેલીની આ પોસ્ટ વાંચીને લોકો તેને સાંત્વના આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તમે ખૂબ જ સ્વીટ છો, આના કારણે તમારું દિલ દુભાશો નહીં. કારણ કે તે કોઈના પણ  સાથે થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કેલી અમેરિકાની રહેવાસી છે.

Shah Jina