સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીની લૂંટી લાજ, ના કરવાનું કરી નાખ્યુ અને પછી કંટાળી પરણિતાએ…

Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, આખરે મહિલાએ…

Surat married woman rape : ગુજરાતમાંથી દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર સંબંધો પણ શર્મશાર થતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો જેમાં કામરેજ ખાતે રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હોટેલમાં શરીર સંબંધ બાંધ્યા બાદ ન્યૂડ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 6 લાખ જેટલા પડાવી લીધા. જો કે, પછી પણ વધુ પૈસાની માગણી કરનાર હવસખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજ ખાતે રહેતી 43 વર્ષીય મહિલા પહેલા રાજકોટના કાલાવાડ રોડ વિસ્તારમાં રહેતી હતી. આ દરમિયાન નજીકમાં રહેતા એક વેપારીના પરિવાર સાથે મહિલાનો પરિચય થયો હતો અને વર્ષ 2020-21 દરમિયાન આ મહિલા પરિવાર સાથે કામરેજ ખાતે રહેવા આવી ગઇ હતી. આ વેપારી તોરણ બનાવવાના કામના બહાને મહિલાને મળવા માટે કામરેજ આવ્યો અને પછી બંને રેગ્યુલર મોબાઇલ અને વૉટ્સએપ પર વાતચીત કરતા થયા.

Image Source

વાતચીત દરમિયાન જ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને પછી બંને વચ્ચે એકબીજાના ફોટોગ્રાફ્સની આપ લે થઇ. વર્ષ 2021માં આ વેપારી કામના બહાને સુરત આવ્યો અને મહિલાને એક હોટેલમાં લઈ ગયો, આ દરમિયાન તેની સાથે શરીર સંબંધ બાંધ્યો. આ સમયે વેપારીએ મહિલાનો ન્યૂડ વિડીયો અને ફોટો કેદ કરી લીધા અને થોડા સમય પછી તે ફોટો અને વીડિયોને આધારે મહિલાને બ્લેકમેઇલ કરવા લાગ્યો.

File Pic

તેણે મહિલાને બ્લેકમેઇલ કરી ટુક્ડે ટુક્ડે રૂપિયા 6 લાખ જેટલા પડાવી લીધા. ત્યારબાદ પણ વેપારીએ વધુ રૂપિયાની માગણી કરતા મહિલાએ રાજકોટ ખાતે પિયરમાં આપઘાતનો પ્રયાસ કર્યો. જે બાદ આ વેપારીની સમગ્ર કરતૂત બહાર આવી અને પાલ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.

Shah Jina