સુરતમાં મહિલા PSI દ્વારા પાટીદાર યુવકો પર જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને મહિલા PSI ચર્ચામાં આવ્યા છે. સરથાણાના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે પાટીદાર યુવકોને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ નિવેદનમાં જણાવ્યું કે, “પીધેલા પકડાયેલા 15માંથી 10 પાટીદાર યુવાનો હોય છે. આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે. સાયબરમાં નોંધાતા 50 ટકા કેસો પાટીદાર સમાજના હોય છે. પટેલ સમાજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે.” મહિલા PSI એ પેટ્રોલિંગ સમયમાં અનુભવના આધારે આ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે બીજા ઘણા આક્ષેપો પણ પાટીદાર સમાજમાં યુવાનો પર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે મહિલા PSI દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, “મને ભલામણ કરવામાં આવે છે કે તમે પટેલ છો તો સમજો. પૈસા છે તો સારી જગ્યાએ વાપરો, અવળા રસ્તે શું કામે જાઓ છો.” તેના આ નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.