અમદાવાદમાં દોરાધાગા કરવા બોલાવેલા યુવકે પરણીતાને કરી બ્લેક મેઈલ, કહ્યું, “બાળકો ના થતા હોય તો આપણે બંને હોટલમાં જઈએ અને….”

પરિણીતાએ સંતાન પ્રાપ્તિ માટે દોરાધાગા કરવા બોલાવેલા યુવકે સુખ…જાણો વિગત

દરેક સ્ત્રી એવું ઇચ્છતી હોય છે કે તે માતા બને અને પોતાના બાળકને જન્મ આપે, ત્યારે ઘણી મહિલાઓના નસીબમાં આ સૌભાગ્ય નથી હોતું, ઘણા લોકો તેની પાછળ દવા પણ કરાવે છે, તો ઘણા લોકો અંધવિશ્વાસમાં આવી અને તાંત્રિકો તેમજ ભુવા પાસે જઈને વિધિ પણ કરાવતા હોય છે, ત્યારે હાલ અમદાવાદમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જુહાપુરામાં રહેનારી એક મહિલાને સંતાનો ના થતા હોવાના કારણે તેને એક ભુવાને દોરા ધાગા કરવા માટે બોલાવ્યો હતો, ત્યારે તે વ્યક્તિએ મહિલાને જણાવ્યું હતું કે બાળકો ના થાય તો તેને બીજા કોઈ સાથે સંબંધો બાંધવા જોઈએ. આને ત્યારબાદ તે મહિલાને બ્લેક મેઈલ પણ કરવા લાગ્યો હતો.

તે વ્યક્તિએ પરણીતાને જણાવ્યું હતું કે “આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. ” જેના બાદ મહિલાએ તેને તેના ઘરમાંથી કાઢી મુક્યો હતો અને વેજલપુર પોલીસ મથેક ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓની ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી વ્યક્તિના ભાઈઓ મહિલાના ઘરે આવી ફરિયાદ પાછી લેવા માટે ધમકી પણ આપવા લાગ્યા.

આ બાબતે પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરણિતા દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદ બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરૂ કરી છે.

Niraj Patel