300 કરોડની સંપત્તિ હડપવા માટે વહુએ રચી ભયાનક સાજિશ, એવો ખતરનાક કાંડ કર્યો કે ભલભલા ધ્રુજી જશે, જાણો આખી સ્ટોરી
22 મે 2024… મહારાષ્ટ્રના નાગપુરમાં ધોળા દિવસે એક તેજ રફતાર કારે એક વૃદ્ધને કચડી નાખ્યા. ડ્રાઇવરને પકડાઇ જાય છે અને પોલિસ તેને એક્સીડન્ટ માની જમાનતી ધારાઓમાં કેસ દાખલ કરી લે છે. કેટલાક પેપરવર્ક બાદ ડ્રાઈવરને જામીન પર છોડવામાં આવે છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર વૃદ્ધ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ શહેરના એક વેપારી હોવાનું બહાર આવ્યું, જેનું નામ હતું- પુરુષોત્તમ પુટ્ટેવાર. ઘટનાના દિવસે પુરુષોત્તમ હોસ્પિટલમાં દાખલ પત્નીને મળી ઘરે પરત ફરી રહ્યા હતા.
અત્યાર સુધી પોલીસ અને પુરુષોત્તમના પરિવારજનો આ ઘટનાને અકસ્માત માની રહ્યા હતા. પરંતુ પછી આ કેસમાં નવો વળાંક આવ્યો. મામલાની તપાસ દરમિયાન જ્યાં અકસ્માત થયો હતો તે રસ્તાના સીસીટીવી ફૂટેજ મળ્યા, અને ઉંડાણપૂર્વક જોવામાં આવતા પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા. જે કારથી પુરુષોત્તમનો અકસ્માત થયો તે પહેલાથી જ શંકાસ્પદ રીતે પાર્ક કરેલી જોવા મળી. આ જાણકારી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આપવામાં આવી.
આ પછી ઉંડાણપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા અને લગભગ 15 દિવસની તપાસ પછી જ્યારે સત્ય બહાર આવ્યુ તે જાણી સૌ કોઇ ચોંકી ઉઠ્યા. પુરુષોત્તમ પુટ્ટેવારનું મૃત્યુ અકસ્માત નહોતું, પરંતુ પ્લાનિંગ સાથે કરાયેલ હત્યા હતી. 82 વર્ષના પુરૂષોત્તમની હત્યા 300 કરોડ રૂપિયાની સંપત્તિ માટે કરવામાં આવી હતી. આ ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ બીજું કોઈ નહીં પણ પુરુષોત્તમની વહુ અર્ચના પુટ્ટેવાર હતી.
અર્ચના શહેરના ટાઉન પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરનો હોદ્દો ધરાવે છે. નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, અર્ચના પુરુષોત્તમની તમામ પ્રોપર્ટી પર કબજો કરવા પર નજર રાખી રહી હતી. આ માટે તેણે અગાઉ પણ બે વખત સસરાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે, પ્લાનિંગ સફળ થયું નહિ અને પુરુષોત્તમ બચી ગયા. પોલિસે આ મામલે સોપારીના રૂપે આપવામાં આવેલ 17 લાખનું સોનું, રોકડ અને કાર કબજે કરી છે.
જો કે, આ કામ માટે 1 કરોડની રકમ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત હત્યાના બદલામાં આરોપીને બીયર બાર માટે જગ્યા અને લાઇસન્સ અપાવવાની પણ લાલચ આપવામાં આવી હતી. જણાવી દઇએ કે, આ કેસમાં અર્ચના પુટ્ટેવારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ હત્યા સહિત અન્ય કેટલીક કલમો અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.