છોકરીએ ડેટિંગ સાઇટથી એકસાથે 65 પુરુષોને ઘરે બોલાવ્યા અને પછી તો આખી રાત ને સવાર સુધી….

યુવતીએ સિંગલ 65 પુરુષો ડેટિંગ માટે એકસાથે બોલાવ્યા, પાર્ટીની કરી, હવે ટેવ પડી ગઈ ને પુરુષોને શોધતી જ રહે! જોરદારની સ્ટોરી આવી સામે

દરેકના પોતાના શોખ હોય છે, પણ ક્યારેક ક્યારેક કેટલાક લોકોના શોખ જૂનુન બની જાય છે અને તે જૂનુન પાછળ તે એટલા પાગલ થઇ જાય છે કે તેમને તેના સિવાય કંઇ પણ જોવાતુ કે સંભળાતુ નથી. બસ તેમને પોતાનું જૂનુન યાદ રહે છે. આજ કાલ આવી એક જૂનુની છોકરીની કહાની ચર્ચામાં છે. તે પોતાના જીવનને મસ્તમૌલા અંદાજમાં જીવે છે અને આ મસ્તીના ચક્કરમાં તેને ડેટિંગ સાઇટનો ઉપયોગ કરતાએકસાથે ઘણા બધા અજાણ્યા પુરુષોને પોતાના ઘરે બોલાવ્યા. તે બાદ જે થયુ તે જાણી તમે હેરાન રહી જશો.

આ છોકરીનું નામ છે કૈસિડી ડેવિસ અને તે અમેરિકાની રહેવાસી છે. ઇનસાઇડર નામની વેબસાઇટના રીપોર્ટ અનુસાર, કૈસિડીને એક બોયફ્રેન્ડની શોધ હતી અને તેણે લગભગ 5 વર્ષ સુધી આ શોધ જારી રાખી અને લોસ એંજેલિસના તમામ સિંગલ છોકરાઓને તેણે ડેટ કર્યા. પણ તેને તેના મન મુતાબિક બોયફ્રેન્ડ ન મળ્યો. જે પુરુષો સાથે તેણે ડેટ કર્યુ તેમાં એક્ટરથી લઇને રાઇટર, મ્યુઝિશિયન્સ અને મેજિશિયન સુધી સામેલ હતા.

પછી વર્ષ 2022માં વેલેન્ટાઇન ડે પહેલા તેને એક જબરદસ્ત આઇડિયા આવ્યો કે તેના ઘરમાં સિંગલ્સ પાર્ટી રાખવામાં આવે. પછી શું હતુ. તેણે પાર્ટી રાખી લીધી અને આ પાર્ટીમાં ડેટિંગ એપથી એકસાથે 65 સિંગલ પુરુષોને બોલાવ્યા, જેમાં 64ને તો તે પહેલાથી જાણતી પણ નહોતી. પછી પાર્ટીમાં બધા લોકોએ મળી ખૂબ ધમાલ કરી. આ પાર્ટીમાં એક છોકરો હતો, જેને તે જાણતી હતી. જેને તે પહેલા ડેટ કરી ચૂકી હતી. હાલ કૈસિડી તે જ છોકરાને ડેટ કરી રહી છે.

રીપોર્ટ્સ અનુસાર, સિંગલ્સ પાર્ટીનો આઇડિયા કૈસિડીને એટલો પસંદ આવ્યો કે તે પાર્ટી ઓર્ગનાઇઝ કરવા લાગી. તેણે છેલ્લા વર્ષે કુલ 17 પાર્ટી ઓર્ગનાઇઝ કરી અને તે બધી પાર્ટી લોસ એંજેલિસમાં જ થઇ હતી. આ પાર્ટીમાં ના માત્ર ડેટિંગ એપથી પણ ટિકટોક અને ઇન્સ્ટાની મદદથી પણ લોકોને પાર્ટીમાં તે બોલાવતી હતી. જો કે, હવે તો પાર્ટીમાં સામેલ થા માટે ટિકિટ લેવી પડી છે, જેની કિંમત 1000 રૂપિયાથી લઇને 3000 રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે.

તમને જાણીને હેરાની થશે કે આ પાર્ટીમાં સેંકડો લોકો સામેલ પણ થાય છે. ડેવિસનું કહેવુ છે કે તેની એક મિત્ર ન હોતી તે આ પાર્ટીઓ હોસ્ટ ન કરી શકત. આ માટે તેણે તેની ખાસ ફ્રેન્ડ સાથે તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને તેને થેંક્યુ પણ કહ્યુ હતુ. ડેવિસનું કહેવુ છે કે એકવાર તો તેને લાગ્યુ કે માનો તેના સાચા પ્રેમની શોધ પૂરી થઇ ગઇ છે, પણ ત્યાં પણ વાત ના બની, હવે તે રોજ આવી પાર્ટી કરવા માગે છે.

Shah Jina