તૂટેલી ફૂટેલી ખુરશી લઈને બળબળતા બપોરમાં ખુલ્લા પગે આ કારણે ચાલી રહ્યા હતા વૃદ્ધ માજી, વીડિયો વાયરલ થતા જ લોકો પણ ગુસ્સે ભરાયા, જુઓ

ડીઝીટલ ઇન્ડિયામાં પણ આ દૃશ્યએ આંખોમાં આંસુ લાવી દીધા, આ મજબૂરીના કારણે ધોમ ધખતા તડકામાં ખુલ્લા પગે રોડ પર ચાલવા મજબુર થયા માજી… વીડિયો રડાવી દેશે.. જુઓ

દેશ આજે હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે. તમામ ક્ષેત્રોમાં ડીઝીટલાઇઝેશન થઇ ગયું છે. બેંકોના કામ પણ આજે ઘરે બેઠા બેઠા જ થઇ જતા હોય છે. તો કોઈને પૈસા મોકલવા હોય કે પૈસા લેવા હોય તો પણ બેંક સુધી જવાની જરૂર નથી પડતી.  ફોનમાં એક ક્લિકથી જ કામ પતિ જતું હોય છે. પરંતુ ઘણા વિસ્તારો એવા પણ છે જ્યાં આજે પણ સ્થિતિ જૈસે કે તૈસી જ છે.

હાલ એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેને તડકામાં ખુરશીની મદદથી ખુલ્લા પગે ચાલતો બતાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વૃદ્ધ મહિલા પેન્શન લેવા માટે બેંકમાં જઈ રહી હતી. આ અંગે બેંક મેનેજરે જણાવ્યું હતું કે આંગળીઓમાં (ફિંગર પ્રિન્ટ) સમસ્યાને કારણે મહિલાને પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી રહી છે. બેંક ટૂંક સમયમાં તેમની સમસ્યાનો ઉકેલ લાવશે.

પરંતુ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા અને બેંકની ટીકા કરવા લાગ્યા. કાળઝાળ ગરમીમાં વૃદ્ધ મહિલાને બેંકમાં બોલાવવાનું લોકોને ગમ્યું નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતે પણ આનાથી નારાજ જોવા મળી. તેણે SBIને ટેગ કરીને એક ટ્વિટ કર્યું છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, આ 70 વર્ષની મહિલાનું નામ સૂર્યા હરિજન છે. તે ઓડિશાના ઝરીગાંવ સ્થિત SBI શાખામાંથી પેન્શન ઉપાડવા જઈ રહી હતી. ધોમધખતા તડકામાં તૂટેલી ખુરશીનો સહારો લઈને ધીરે ધીરે ચાલતી તે બેંક પહોંચી. તેનો વીડિયો વાયરલ થયા બાદ બેંક મેનેજરનું નિવેદન સામે આવ્યું છે.આ ઉપરાંત કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલ સીતારમણે આ વીડિયોને લઈને SBIને સવાલ પૂછ્યા છે. એસબીઆઈને ટેગ કરીને તેમણે લખ્યું “આને ધ્યાનમાં લો અને માનવતાવાદી કાર્ય કરો. શું ત્યાં કોઈ બેંક મિત્ર નથી?”

નાણામંત્રીના આ ટ્વિટ પર SBIની પ્રતિક્રિયા આવી છે. SBIએ લખ્યું “મૅમ, અમે આ વીડિયો જોઈને એટલા જ દુખી છીએ. વીડિયોમાં સૂર્યા હરિજન તેના ગામમાં સ્થિત CSP પોઈન્ટ પરથી દર મહિને પોતાનું વૃદ્ધાવસ્થા પેન્શન ઉપાડી લેતી હતી તેમની ઉંમરને કારણે સીએસપી પોઈન્ટ પર તેની આંગળીઓની પ્રિન્ટ મેચ થતી ન હતી.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેમને આગળ જણાવ્યું કે, “તે તેના સંબંધી સાથે અમારી ઝરીગાંવ બ્રાન્ચમાં ગઈ હતી. અમારા બ્રાન્ચ મેનેજરે તરત જ તેમના એકાઉન્ટને મેન્યુઅલી ડેબિટ કરીને રકમ ચૂકવી દીધી. અમારા મેનેજરે એ પણ માહિતી આપી છે કે તેમનું પેન્શન આવતા મહિનાથી તેમના ઘરે પહોંચાડવામાં આવશે. અમે મહિલાને વ્હીલચેર આપવાનું પણ નક્કી કર્યું છે.

Niraj Patel