પેરાગ્લાઇન્ડીંગ કરતી વખતે પત્નીને આવ્યો પતિ ઉપર ગુસ્સો, કહ્યું, “મારા લગ્ન શું કામ કરાવ્યા ?” જુઓ મજેદાર વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો પેટ પકડીને હસાવે તેવા હોય છે તો ઘણા વીડિયો હેરાન કરી દેનારા હોય છે. થોડા સમય પહેલા પેરાગ્લાઇડિંગ કરતો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક યુવક કહી રહ્યો હતો કે “ભાઈ લેન્ડ કરાવી દે !” આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો અને તે વ્યક્તિ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ બની ગયો હતો.

ત્યારે હાલમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પત્ની પોતાના પતિ ઉપર પેરાગ્લાઇડિંગ સમયે ગુસ્સે થતી જોવા મળી રહી છે અને કહી રહી છે કે ભૈયા મને નીચે ઉતારી દો, બહુ જ ડર લાગે છે. એટલું જ નહિ તે મહિલા પોતના લગ્ન અને પતિ વિશે પણ ગુસ્સામાં બોલતી હોવા મળી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ મહિલા પેરાગ્લાઇડિંગ કરતા સમયે આકાશમાં ઉડી રહી છે અને તે ખુબ જ ડરી રહી છે. આ દરમિયાન તે સેલ્ફી સ્ટીકથી વીડિયો પણ રેકોર્ડ કરી રહી છે. પેરાગ્લાઇડિંગ શરૂ થતા જ તે બૂમો પાડવા લાગે છે કે પ્લીસ મને ઉતારી દો, આ દરમિયાન મહિલા સાથે રહેલો ગાઈડ તેને હિંમત આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મહિલા તો બૂમો જ પડતી રહે છે અને કહે છે કે પ્લીસ મને નીચે ઉતારી દો.

જયારે પેરાગ્લાઇડિંગ કરતા તે હવામાં ઉપર ઉઠે છે, ત્યારે તે વધારે બૂમો પાડવા લાગે છે, અને તે ગાઈડને કહે છે કે મને બહુ જ ડર લાગે છે. મારા હાથમાં દુઃખાવો થઇ રહ્યો છે. જેના બાદ મહિલા પોતાના પતિને પણ ખરીખોટી સંભળાવવા લાગી. તે કહે છે કે ભગવાન મને બચાવી લો, મારા પતિ બહુ જ ગંદા છે. મારા પતિએ મને પેરાગ્લાઇડિંગમાં પણ ધક્કો આપ્યો છે. મને ડર લાગી રહ્યો છે, ભગવાન મને અહીંયા શું કામ મોકલી, મારા લગ્ન કેમ કરાવ્યા ભગવાન ?

મહિલાની હાલત જોઈને ગાઈડ તેને હસાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે તમારો વીડિયો પણ લેન્ડ કરાવી દો વાળાની જેમ વાયરલ થઇ જશે. જેના બાદ મહિલાના ચહેરા ઉપર પણ હાસ્ય આવે છે. મજેદાર વાત તો એ છે કે ગાઈડની વાત પણ સાચી બની જાય છે અને તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.हैं

Niraj Patel