
બ્રિટેનના મૈનચેસ્ટર એરપોર્ટથી ઇસ્લામાંબાદ માટે ઉડાણ ભરી રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ(પીઆઈએ)માં મુસાફરી કરી રહેલી એક મહિલા યાત્રીની ભૂલને લીધે ફ્લાઈટમાં હલ્લો મચી ગયો.ફ્લાઈટમાં એક મહિલાએ ભૂલથી ફ્લાઈટનો ઈમરજેંસી દરવાજો ટોઈલેટ સમજીને ખોલી નાખ્યો જેને લીધે ફલાઇટમાં બેઠેલા અન્ય યાત્રીઓ ગભરાઈ ગયા અને ઉથલ-પાથલ મચી ગઈ.

પાકિસ્તાનની રાષ્ટ્રીય વિમાન કંપનીએ કહ્યું કે વિમાન શનિવારે મૈનચેસ્ટર હવાઈ મથક પર રન વે પર ઉભેલું હતું.તે જ દરમિયાન મહિલા યાત્રીએ બટન દબાવી દીધું, જેના દ્વારા ઈમરજેંસી દરવાજો ખુલી ગયો.

પીઆઈએ ના પ્રવક્તાએ કહ્યું કે,”પીઆઈએની મૈનચેસ્ટર ઉડાણ PK-702 માં 7 કાલકનું મોડું થઇ ગયું હતું”. મહિલાની આવી ભૂલને લીધે અન્ય યાત્રીઓને પણ સમસ્યાનો સામો કરવો પડ્યો હતો.ઘટના પછી માનક સંચાલન પ્રક્રિયાના ચાલતા લગભગ 40 યાત્રીઓને તેઓના સામાનની સાથે વિમાન માંથી નીચે ઉતારવા પડ્યા હતા.

જાંચના દરમિયાન ફલાઈટમાંના યાત્રીઓને હોટેલમાં રોકાવાની વ્યવસ્થા કરાવામાં આવી હતી અને પછી તેઓને અન્ય ઉડાણ દ્વારા મોકલવામાં આવ્યા હતા,પીઆઈએ ના મુખ્ય અધિકારી એયર માર્શલ અરશદ મલિકે ઘટનાની જાંચના આદેશ આપ્યા છે.જણાવી દઈએ કે પાકિસ્તાનની રાષ્ટ્રીય વિમાન કંપની વર્ષોથી ઘાટામાં ચાલી રહી છે અને સરકાર તેની હાલત સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks