ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, કેટલીકવાર વિદેશમાંથી પણ ઘાતક હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલમાં નવપરિણીત મહિલાની તેના સાથીદાર દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. આરોપ છે કે મહિલાએ તેને કિસ કરવાની ના પાડી હતી અને થપ્પડ મારી હતી. જે બાદ સહકર્મીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી. મહિલાની ઉંમર 38 વર્ષ હોવાનું કહેવાય છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મહિલા કેયરગીવર તરીકે કામ કરતી હતી. તે ચાર બાળકોની માતા હતી અને 8 દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા.
આ મામલો બ્રાઝિલનો છે. સ્થાનિક મીડિયાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં શંકાસ્પદ વ્યક્તિએ કબૂલ્યું કે તેણે 38 વર્ષની મહિલાની હત્યા કરી હતી કારણ કે તેણે તેને કિસ કરવાનો ઇનકાર કર્યો હતો અને થપ્પડ મારી હતી. કથિત રીતે સહકર્મી માર્સેલો જૂનિયર બેસ્ટોસ સૈંટોસે તેને કિસ કરવાની કોશિશ કરી હતી. જો કે મહિલાએ ના પાડી અને તેને થપ્પડ મારી દૂર કરવાની કોશિશ કરી.
આ પછી આરોપીએ તેનું ગળુ દબાળી મોતને ઘાટ ઉતારી દીધી. તેણે કથિત રીતે મહિલાના હાથને બાંધવા માટે ડાયપર ટેપનો ઉપયોગ કર્યો અને મોત બાદ લાશને એક ખાલી જગ્યામાં ફેંકી દીધી. મહિલાની લાશ એક દિવસ બાદ મળી. પોલિસને આરોપી પર ત્યારે શક થયો જ્યારે ખબર પડી કે હત્યાના દિવસે એક પડોશી સાથે પાવડો માંગ્યો હતો. તપાસ દરમિયાન પોલિસે સીસીટીવી કેમેરાના ફુટેજથી તેની ઓળખ કરી.