બે દિવસ પહેલા વિશાખપટ્ટનમમાં બીચ પરથી લાપતા થયેલી પત્ની માટે પતિએ 1 કરોડ ખર્ચ્યા, પત્નીની મોટી પોલ ખુલી ગઈ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી સનસની ભરેલો મામલો સામે આવ્યો છે, જ્યા મહિલાએ એકદમ ફિલ્મી ડ્રામાં અપનાવીને ઘટનાને અંજામ આપ્યો છે. સાઈ પ્રિયા નામની 21 વર્ષની યુવતીના લગ્ન 2020માં શ્રીનિવાસ રાવ સાથે થયા હતા. શ્રીનિવાસ હાલમાં હૈદરાબાદની ફાર્મસી કંપનીમાં નોકરી કરતો હતો જ્યારે સાઈ પ્રિયા હાલ આગળનો અભ્યાસ કરી રહી હતી. કપલ અમુક દિવસ પહેલા 25 જુલાઈએ પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવવા માટે વિશાખાપટ્ટનમાં આર કે બીચ પર પહોંચ્યા હતા, જ્યા સાઈ પ્રિયા આકસ્મિક રીતે ગાયબ થઇ ગઈ હતી.

બિચ પર બંનેએ સારી રીતે ઉજવણી પણ કરી હતી. જ્યારે શ્રીનિવાસ પોતાના ફોનમાં વ્યસ્ત હતો અને અચાનક જ સાઈ પ્રિયા ગાયબ થઇ હોવાની તેને જાણ થઇ હતી. જેના બાદ શ્રીનિવાસે પત્નીના ગુમ થવાની જાણ પોલીસને કરી હતી અને બે દિવસ સુધી  તેની શોધખોળ કરી હતી. શ્રીનિવાસને શંકા હતી કે કદાચ તેની પત્ની દરિયામાં ડૂબી ગઈ છે માટે તેણે હેલીકોપ્ટરની પણ મદદ લીધી અને સાથે મરીન પોલીસ, ડાઇવર્સ, માછીમારોને પણ શોધ માટે કામે લગાડયા હતા.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સાઈ પ્રિયાની શોધ માટે શ્રીનિવાસે એક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.જો કે તમામ કોશિશો કરવા છતાં પણ સાઈ પ્રિયાનો કોઈ પતો હાથ લાગ્યો ન હતો. જેના બાદ ઘટનામાં એક એવો વણાંક આવે છે કે જાણીને કોઈપણ ચકિત થઇ જાય, ગુમ થયાના એક બે દિવસ પછી પોલીસને જાણ થઇ કે સાઈ પ્રિયા આર કે બીચ પરથી પોતાના પ્રેમી રવિ સાથે ભાગી ગઈ છે. ભાગ્યા બાદ પ્રિયાએ પોતાનું સોશિયલ મીડિયા ડીલીટ કર્યું હતું અને નંબર પણ બદલી નાખ્યો હતો.

નંબર બદલીને પ્રિયાએ પોતાના માતા પિતાને જાણ કરી કે તે સુરક્ષિત છે અને તે પોતાના પ્રેમી રવિ સાથે છે અને તેને શોધવાની કોશિશ ના કરતા અને તેણે રવિ સાથે લગ્ન પણ કરી લીધા છે.  અને માતા પિતાને ધમકી આપતા કહ્યું કે જો તેનું લોકેશન ટ્રેશ કરીને તેને શોધવાનો પ્રત્યન  કરશો તો તે આત્મહત્યા કરી લેશે. જાણવા મળ્યું કે સાઈ પ્રિયા પહેલાથી જ રવિને પ્રેમ કરતી હતી અને લગ્ન પણ કરવા માગતી હતી પણ માતા પિતાને આ લગ્ન મંજુર નહતા, માટે પ્રિયાએ શ્રીનિવાસ સાથે લગ્ન કર્યા હતા.

Krishna Patel