અજબગજબ ખબર

મહિલાએ પતિને છૂટાછેડા આપીને 21 વર્ષના સાવકા દીકરા સાથે કર્યા લગ્ન, નાની ઉંમરની દેખાવા માટે કરાવી પ્લાસ્ટિક સર્જરી

ઘોર કળયુગ ભાઈ…દીકરા જોડે કરી બેઠી લગ્ન..જુઓ તસવીરો

રશિયાના મૉસ્કોમાંથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીંની મરીના બલમશેવા નામની મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપીને પોતાના જ સાવકા દીકરા સાથે લગ્ન કરી લીધા. મરીના એક રશિયન બ્લોગર છે.

Image Source

35 વર્ષની મરીનાએ આગળના વર્ષે પોતાના 21 વર્ષના સાવકા દીકરા વ્લાદિમીર શેરવીન સાથે લગ્ન કર્યા હતા અને હાલ દીકરાને જન્મ પણ આપ્યો છે. તે સમયે આ લગ્ન ખુબ ચર્ચાનો વિષય બન્યા હતા અને સાવકા દીકરા સાથે જ લગ્ન કરવાને લીધે બંનેની ખુબ આલોચના પણ કરવામાં આવી હતી.

Image Source

મરીનાએ એલેક્સી એરે સાથે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા, વ્લાદિમીર એલેક્સીની પહેલી પત્નીનો દીકરો હતો. લગ્ન પછી વ્લાદિમીર પણ તેઓની સાથે જ રહેતો હતો અને ત્યારે તેની ઉંમર 7 વર્ષની હતી. મરીનાએ લગ્નના 10 વર્ષ પછી એલેક્સી સાથે છૂટાછેડા લીધા હતા જેના પછી મરિનાને પોતાના જ સાવકા દીકરા વ્લાદિમીર સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિણર્ય લીધો.

Image Source

એવામાં હાલમાં મરીના અને વ્લાદિમીરના દીકરાનો જન્મ થયો છે. મરીના સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને ઇન્સ્ટા પર તેના 5.3 લાખ ફોલોઅર્સ છે.

Image Source

મરીનાએ ખુલાસો કર્યો હતો કે પોતાના 21 વર્ષના પતિ વ્લાદિમીરના અનુરૂપ દેખાવા માટે પોતાની પ્લાસ્ટિક સજરી કરાવી હતી અને પોતાનું વજન પણ ઘટાડ્યું હતું. વજન ઘટાડવાની કહાની વાયરલ થયા પછી મરીના ખુબ ચર્ચાનો વિષય પણ બની હતી.