પાલનપુરમાં સાસુમાએ થનારા જમાઈ સાથે ઘર માંડ્યું, સંબંધો થયા તાર તાર…46 વર્ષની સાસુમા અને નાની ઉંમરનો જમાઈ…આખો કિસ્સો સાંભળીને માથું ભમી જશે

પ્રેમ કોને ક્યારે થાય એ કઈ કહેવાય નહીં પરંતુ ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવે છે જેને જાણીને આપણે પણ હેરાન પરેશાન થઇ જઈએ. થોડા સમય પહેલા જ વેવાઈ-વેવાણનો કિસ્સો આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારે હાલ વધુ એક એવી ઘટના સામે આવી છે જેને લોકોમાં અચરજ જગાડ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ ખબર આવી છે બનાસકાંઠામાંથી, જ્યાં એક સાસુએ તેના થનારા જમાઈ સાથે જ પ્રભુતામાં પગલાં માંડી લીધા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર બનાસકાંઠા જિલ્લાના એક ગામમાંથી મહિલા અભયમ 181ની ટીમને એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે તેનો પતિ તેના ઉપર ત્રાસ ગુજારે છે જેના બાદ અભયમની ટીમ મહિલાનું કાઉન્સિલિંગ કરવા માટે ગઈ હતી.

જયારે અભયમ ટીમ મહિલાનું કાઉન્સેલિંગ કરી રહી હતી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી. મહિલાએ જણાવ્યું કે ચાર વર્ષ પહેલા તેની દીકરીને જોવા માટે એક છોકરો આવ્યો હતો, જેના બાદ બંનેની સગાઇ નક્કી થઇ હતી. અઢી માસ સુધી સગાઈ ચાલ્યા બાદ મહિલાની દીકરીએ સગાઈ તોડી નાખી હતી.

પરંતુ માતાએ સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકવાના બદલે થનારા જમાઈ સાથે જ સંબંધ આગળ વધાર્યો અને 46 વર્ષના સાસુએ 30 વર્ષના જમાઈ સાથે મંદિરમાં જઈને ફુલહાર કરી લીધા અને પછી બંને સાથે રહેવા લાગ્યા હતા. મહિલાના પતિનું વર્ષો અગાઉ નિધન થઇ ગયું હતું. અભયમની ટીમ દ્વારા મહિલાને સમજાવી તેના મૂળ સાસરે પરત મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મહિલાની ત્રણ દીકરીઓ અને એક દીકરો છે, તેના ભવિષ્યની ચિતા કરતા અભ્યામની ટીમ દ્વારા મહિલા અને યુવક બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

Niraj Patel