પ્રેમ આંધળો હોય છે…આ કહેવત તો તમે સાંભળી જ હશે. પરંતુ કોઈ વ્યક્તિ એટલી પણ આંધળી હોય કે તે તેની ઉંમરથી બમણી વ્યક્તિના પ્રેમમાં પડે ? આવું જ કંઈક 31 વર્ષની ડેબોરા પેઇક્સોટો સાથે થયું, જ્યારે તે 61 વર્ષીય એન્ડરસન પેઇક્સોટોને જોઇ પહેલી નજરમાં જ પ્રેમમાં પડી ગઈ. આ પછી ડેબોરાએ એન્ડરસન સાથે લગ્ન પણ કર્યા. પરંતુ સાત વર્ષ પછી કપલના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ડેબોરા 28 વર્ષની છોકરીના પ્રેમમાં પડી.
રસપ્રદ વાત એ છે કે ત્રણેયે એકબીજા સાથે લગ્ન કરી લીધા અને એક જ છત નીચે સાથે રહે છે. ડેબોરાએ જણાવ્યુ કે તે જ્યારે તે પહેલીવાર એન્ડરસનને મળી હતી ત્યારે તેમની વચ્ચે 30 વર્ષનો એજ ગેપ હતો. કપલનો સંબંધ શરૂઆતમાં સામાન્ય હતો, પરંતુ પછી લુઇઝા માર્કાટોના આવવાથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. ડેબોરાએ કહ્યું, આ કહાની તમને ફિલ્મી લાગી શકે છે, પરંતુ સત્ય છે. લગ્નના 7 વર્ષ પછી હું લુઇઝાના પ્રેમમાં પડી.
આ પછી તેણે એન્ડરસનને લુઇઝા સાથે એક જ છત નીચે રહેવા માટે મનાવ્યો. આ બ્રાઝિલિયન થ્રપલે હનીમૂન પણ પ્લાન કર્યું છે. ડેબોરાએ કહ્યું, લગ્ન એ પ્રેમ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અમે જાણીએ છીએ કે આ નિર્ણયને કારણે અમને ટીકાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અમે ત્રણેય અમારા નિર્ણયથી ખુશ છીએ અને તે જ મહત્વપૂર્ણ છે. આ અનોખા લગ્નમાં માત્ર નજીકના પરિવાર અને મિત્રો જ હાજર રહ્યા હતા.
તેણે કહ્યું, નવા સંબંધમાં ઉત્સાહ જોઈને તે ખૂબ જ ખુશ છે. જો કે આ થ્રપલે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. એગ્રીમેન્ટ અંતર્ગત, એન્ડરસને ડેબોરા અને લુઈઝા પ્રત્યે સમાન સ્નેહ અને સમર્પણ દેખાડવો પડશે. કોઈપણ ટ્રિપ પર જતી વખતે અંતિમ નિર્ણય ફક્ત ડેબોરાનો જ હશે, આ સિવાય તેણે શારીરિક સંબંધોને લઈને પણ ઘણા નિયમો બનાવ્યા છે.
જો કોઈને સમસ્યા હોય તો તેના માટે માસિક મીટીંગ પણ નક્કી કરવામાં આવી છે. કરારની શરતોનું પાલન ન કરવા બદલ 4 લાખ રૂપિયાથી વધુનો દંડ ભરવાની જોગવાઈ પણ છે. તે ત્રણમાંથી કોઈ પણ હોય. જો કે, ડેબોરાએ એ નથી જણાવ્યું કે ત્રણેય દંડની રકમનો ઉપયોગ કેવી રીતે કરશે. આ થ્રપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, જ્યાં ત્રણેયના મળીને 10 લાખથી વધુ ફોલોઅર્સ છે.